તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસને મનોવિજ્ઞાન ભણાવો : મોદી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાનનરેન્દ્ર મોદીએ પોલીસને વધારે માનવીય બનાવવાનો ઉલ્લેખ કરતા તેના માટે વ્યવહારગત મનોવિજ્ઞાનને પોલીસ તાલીમમાં સામેલ કરવા કહ્યુ હતું. તેમણે શનિવારે અહીં વાર્ષિક ડીજીપી કોન્ફરન્સમાં પોલીસ ને વધારે સારી બનાવવા માટે તાલીમાં ટેક્નોલોજીને મહત્વ આપવા પણ કહ્યું હતું.

વડાપ્રધાને કહ્યું હતું કે નેતૃત્વ કૌશલ્ય ઘણુ મહત્વપૂર્ણ છે. અને પોલીસ બેડામાં તેને વિકસિત કરવાની જવાબદારી ટોચના અધિકારીઓની છે. કાયદો અને વ્યવસ્થા મુદ્દે મોદીએ ફૂટ પેટ્રોલિંગ અને પોલીસ બાતમીદાર વ્યવસ્થાને પણ મહત્વપૂર્ણ ગણાવી હતી. મુંબઈ આતંકવાદી હુમલાની વરસીના દિવસે તેમણે આતંકવાદીઓ નો સામનો કરવામાં પોલીસની ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

વડાપ્રધાને સાથે અહીં પોલીસ એકેડમી ખાતે ટોચના પોલીસ અધિકારીઓ સાથે યોગ અને અન્ય કસરતોમાં ભાગ લીધો હતો.

વડાપ્રધાને ડીજીપી કોન્ફરન્સમાં અધિકારીઓ સાથે યોગ પણ કર્યા

અન્ય સમાચારો પણ છે...