એજન્સી . નવી દિલ્હી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી . નવી દિલ્હી
કોલકાતાનાઇટ રાઇડર્સે આગામી ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટ માટેની પોતાની તૈયારીઓના સિલસિલામાં પોતાના ચાર ખેલાડીઓ યુસુફ પઠાણ, પીયૂષ ચાવલા, મનવિન્દર બિસ્લા તથા કુલદીપ યાદવને સાઉથ આફ્રિકાના બ્લોમફોન્ટેનમાં 15 દિવસના કેમ્પમાં ભાગ લેવા મોકલ્યા હતા જેમાં સાઇક્લિંગ, રનિંગ તથા પર્વતારોહણ જેવી આકરી ટ્રેનિંગનો પણ સમાવેશ થતો હતો. યુસુફ પઠાણે જણાવ્યું હતું કે 20મી ઓગસ્ટથી ત્રીજી સપ્ટેમ્બર સુધી યોજાયેલા કેમ્પમાં અમને ઘણો ફાયદો થયો છે. કેમ્પ જાણીતા ટ્રેનર એડ્રિયન લી રોક્સની દેખરેખ હેઠળ યોજાયો હતો.
યુસુફે જણાવ્યું હતું કે અમે 15 દિવસ સુધી આકરી ટ્રેનિંગ લીધી હતી. અમે બહાર સાઇક્લિંગ તથા પર્વતારોહણ કરવા સહિત જિમ્નેશિયમમાં પણ ઘણો સમય પસાર કર્યો હતો. તેથી સંપૂર્ણપણે ફિટનેસનું શાનદાર રુટીન હતું જેનાથી અમે ક્રિકેટ નહીં રમતા હોવા છતાં ફિટ રહેવામાં મદદ મળી હતી.
પૂર્વતૈયારી | ચેમ્પિયન્સ લીગ માટે કોલકાતા સજ્જ
દ. આફ્રિકાથી યુસુફ સહિત ચાર પરત ફર્યા