• Gujarati News
  • લીલી ટી શર્ટ પહેરેલા સ્વયંસેવકો નો એક સમૂહ પોતાને રોબિન

લીલી ટી-શર્ટ પહેરેલા સ્વયંસેવકો નો એક સમૂહ પોતાને રોબિન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીલી ટી-શર્ટ પહેરેલા સ્વયંસેવકો નો એક સમૂહ પોતાને રોબિન હૂડની સેના ગણાવે છે. દર રવિવારે રાત્રે અંધારામાં સેનાના 120 લોકો બેઘરોના પેટ ભરવા માટે પેકેટ બંધ ભોજન,વડા પાઉં,ખીચડી અને પરાઠા લઇને નીકળી પડે છે. શરૂઆત બે મિત્રોએ દિલ્હીથી કરી હતી.જે હવે અન્ય ,સાથીઓ ના સહયોગથી મુંબઇ, હૈદરાબાદ, કોલકાત્તા અને બેંગલુરૂમાં પણ લોકોનું પેટ ભરી રહ્યા છે.આ કામમાં શહેરોના ભોજનાલયો પણ સહયોગ આપી રહ્યા છે. હાલ પ્રયાસ અઠવાડિયામાં એક દિવસ કરાય છેપણ આવનાર દિવસોમાં તેઓ આને રોજ કરવાની યોજના ઘડી રહ્યા છે. પહેલની શરૂઆત કરનારા 27વર્ષીય આનંદસિન્હાએ જણાવ્યું હતું કે જ્યારે અમે કામ શરૂ કર્યુ હતું ત્યારે ટીમમાં માત્ર લોકો હતા.સેવાનો અનોખો વિચાર તેમના મનમાં પોર્ટુગલની ‘રિફૂડ’સંસ્થાને જોઇને આવ્યો હતો, જે દેશમાં ભૂખ અને બચેલું ભોજન બન્ને ને ઠેકાણે પાડી રહી છે.

‘રોબિન હૂડ’ ની સેના દર રવિવારે બેઘરને કરાવે છે ભોજન