• Gujarati News
  • નાસ્તો કરવાથી પણ મેદસ્વીતા વધી શકે છે

નાસ્તો કરવાથી પણ મેદસ્વીતા વધી શકે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોતમે વેઈટલોસ કરવા માટે ખાવાનું બંધ કરો કે ઓછું કરો અને સાથે સાથે નાસ્તો કરવાનું પણ ટાળો તો આવી આદત કદાચ વિપરીત અસર પાડી શકે છે. તાજેતરમાં હાથ ધરાયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે ભૂખ લાગે ત્યારે નાસ્તો કરવાથી માણસને વધુ ખાવાની ઈચ્છા થાય છે અને લાંબા સમય સુધી સ્થિતિ રહેવાથી તેમનામાં મેદસ્વીતાનું પ્રમાણ વધી જાય છે. સંશોધકોને જાણવા મળ્યું હતું કે, નાસ્તો કરવાથી અને ખાસ કરીને વધુ પ્રોટીનયુક્ત ભોજન લેવાથી પુખ્તવયના લોકોના મગજમાં ચોક્કસ પ્રકારના કેમિકલનું સ્તર વધે છે. એવું કેમિકલ છે જે માણસમાં આખા દિવસમાં વધુ પડતું જમવાની કે ભૂખ લાગવાની ઈચ્છાને અંકુશમાં રાખે છે. જો ઈચ્છા વધે તો માણસ વધુ ભોજન લે છે અને છેવટે તેની મેદસ્વીતા છે.

આથી જો નાસ્તો કરવામાં આવે તો માણસને દિવસ દરમિયાન વધુ ખાવાની ઈચ્છા નથી થતી અને છેવટે તે મેદસ્વીતાથી બચી શકે છે. પ્રોફેસર હેથર લેઈડીએ જણાવ્યું હતું કે અભ્યાસ દરમિયાન જે લોકો નાસ્તો કર્યો હતો તેમને ગળી વસ્તુઓ ખાવાની ઈચ્છામાં નાટ્યાત્મક ઘટાડો થયો હતો. ઉપરાંત જેમના નાસ્તામાં પ્રોટીનનું પ્રમાણ વધુ હતું તેમનામાં ભૂખ લાગવાની વૃત્તિ વધુ પ્રબળ પ્રમાણમાં જોવા મળી હતી.

{ પ્રોટીનયુક્ત નાસ્તો ઓછી ભૂખ લગાડે છે

{ એક સમય ભરપેટ ખાવાથી શરીરમાં ચરબી વધી જાય છે