• Gujarati News
  • ટિપ્પણી | સલામ ક્રિકેટમાં ભૂતપૂર્વ સુકાનીઓએ અભિપ્રાય વ્યક્ત કર્યા

ટિપ્પણી | સલામ ક્રિકેટમાં ભૂતપૂર્વ સુકાનીઓએ અભિપ્રાય વ્યક્ત કર્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લિટલમાસ્ટર ગાવસ્કરનું માનવું છે કે ધોનીની ટીમને જો વર્ષના અંતે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટેસ્ટ શ્રેણીમાં વિજય મેળવવો હશે તો એક મેચમાં 20 વિકેટ ખેરવી શકે એવા બોલરો જોઈશે. સંમેલનમાં રિકી પોન્ટિંગ, સ્ટિવ વો અને એલન બોર્ડરે પણ પોતાના વિચાર રજૂ કર્યા. ગાવસ્કરે સમાચાર ચેનલ આજતકના સંમેલન સલામ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયામાં ભારત સત્રમાં પૂર્વ ઓસ્ટ્રેલિયાના સુકાની સ્ટિવ વો સાથેની ચર્ચામાં વાત કહી હતી. તેમણે કહ્યું કે એકાદ મેચમાં તો આપ 20 વિકેટ ખેરવી શકો પરંતુ સતત મેચોમાં નહીં. ખરેખર ભારત સાથે સમસ્યા છે કે આપની પાસે એવા બોલરો નથી જે લાંબા સ્પેલ નાખી શકે. ટેસ્ટ શ્રેણી માટે એને ધ્યાનમાં રાખીને ટીમની પસંદગી કરાતી નથી અને ટીમમાં એવા ખેલાડીઓનો સમાવેશ કરાય છે કે જેમાં પાંચ દિવસ રમવાનો અનુભવ નથી હોતો. ભૂતપૂર્વ ભારતીય સુકાની કપિલ દેવે કહ્યું હતું કે 2015નો વર્લ્ડ કપ 20 દિવસ સુધી સારું ક્રિકેટ રમનારી ટીમ જીતશે.

શ્રેષ્ઠ બોલર હોવા જરૂરી : ગાવસ્કર

બે વખત આઉટ કરવા મુશ્કેલ

સંમેલનમાં રિકી પોન્ટિંગે પણ કહ્યું કે ટીમ ઈન્ડિયાના બોલર ઓસ્ટ્રેલિયાની ટીમને એક મેચમાં બે વખત આઉટ નહિ કરી શકે. ટીમ ઈન્ડિયાએ પોતાની બેટિંગ પર નિર્ભર રહેવું પડશે. તેણે કહ્યું કે ઈંગ્લેન્ડના પ્રવાસમાં ટીમ ઈન્ડિયાનો ટેસ્ટમાં દેખાવ સારો રહ્યો નહતો. > પોન્ટિંગ, ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન સુકાની

વીરુ અને યુવીનો યુગ ખતમ

સંમેલનમાં પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ કહ્યું કે આગામી વર્લ્ડ કપ ભારત જીતશે તેનો તર્ક હતો કે 2003માં અમે વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાથી હાર્યા ત્યારે રિકી પોન્ટિંગ જેવો જોરદાર સુકાની હતો. હવે ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલા જેવી નથી રહી જ્યારે ધોની સારું નેતૃત્વ કરી રહ્યો છે. તેણે કહ્યું કે ટીમ ઈન્ડિયામાં હવે વીરેન્દ્ર સેહવાગ અને યુવરાજ સિંહની પસંદગી શક્ય નથી લાગતી. તેમનો સુવર્ણ સમય નીકળી ગયો છે. > સૌરવગાંગુલી, ભૂતપૂર્વભારતીય સુકાની

ટીમ ઈન્ડિયાનો વિજય આસાન નથી

ઓસ્ટ્રેલિયાની ટીમના પૂર્વ સુકાની સ્ટિવ વોએ પણ કહ્યું કે આગામી ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ટીમ ઈન્ડિયા માટે ફરી એક વખત કપરો પડકાર રહેશે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશી ભૂમિ પર ભારતનો દેખાવ સારો રહ્યો નથી. તેણે કહ્યું કે હું સુનીલ ગાવસ્કરની વાત સાથે સહમત છું કે જો તમારે ઓસ્ટ્રેલિયા સામે જીતવું હોય તો કાંગારુંઓથી દર સત્રમાં જીતવું પડશે. એક પણ સત્ર તમે ગુમાવો તો ઓસ્ટ્રેલિયન