• Gujarati News
  • જામજોધપુરનાશિંગડી ગામ પાસે દસ દિવસ પૂર્વે થયેલા અકસ્માતમાં ઘવાયેલા

જામજોધપુરનાશિંગડી ગામ પાસે દસ દિવસ પૂર્વે થયેલા અકસ્માતમાં ઘવાયેલા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામજોધપુરનાશિંગડી ગામ પાસે દસ દિવસ પૂર્વે થયેલા અકસ્માતમાં ઘવાયેલા પ્રૌઢનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. શિંગડી ગામે રહેતા માવજીભાઇ નરશીભાઇ પાટડિયા (ઉ.વ.50) નજીકના ગામે લૌકીકે જવા બાઇક પર નીકળ્યા હતા અને પોતાના ગામ નજીક બાઇકનું ટાયર ફાટતાં બાઇક પરથી રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢને રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર કારગત નીવડી નહોતી અને તેમનું મોત નીપજ્યું હતું.

અકસ્માતમાં ઘવાયેલા શિંગડી

ગામના આધેડનું સારવારમાં મોત