• Gujarati News
  • એજન્સી. ચેન્નઇ બેંગ્લોર

એજન્સી. ચેન્નઇ/બેંગ્લોર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી. ચેન્નઇ/બેંગ્લોર

ભ્રષ્ટાચારનાકેસમાં સુપ્રીમ કોર્ટ પાસેથી જામીન મળ્યા બાદ એઆઇડીએમકે સુપ્રીમો જે જયલલિતા આજે 21 દિવસ બાદ બેંગ્લોરની જેલમાથી છૂટ્યા હતા અને મુશળધાર વરસાદ થતો હોવા છતા તેમના સેંકડો આતુર સમર્થકો પોતાના નેતાને આવકારવા જેલ બહાર હાજર રહ્યા હતા અને તેમનુ ભવ્ય સ્વાગત કર્યુ હતુ.

તમિલનાડુના 66 વર્ષિય પુર્વ મુખ્યપ્રધાને તમામ જરૂરી ગતિવિધીઓ પૂરી કરી અને વિશેષ અદાલતના જજ જોહ્ન માઇકલ ડી’કુન્હાએ મુક્તિનો આદેશ આપ્યો તે બાદ તેઓ પરાપન્ના અગ્રહાર સેન્ટ્રલ જેલ બહાર આવ્યા હતા

જયલલિતાઓ બે કરોડ નો બોંડ અને એક કરોડની સંપતિના કાગળ મુચરકા પેટે જમા કરાવ્યા તે બાદ વિશેષ અદાલતે તેમની મુક્તિનો આદેશ આપ્યો હતો.તેમના વકીલોએ સુપ્રીમ કોર્ટના આદેસ્ની નકલ પણ રજૂ કરી હતી.

સહયોગીઓ પણ છુટ્યા

જયલલિતાના નિકટનાસહયોગી શશિકલા અને તેમના સગા સુધાકરન અને ઇલાવરાસી,જેમણે પણ બોંડ અને મુચરકો જમા કરાવ્યો હતો તેઓ પણ જેલમાથી છુટ્યા હતા.શશિકલા અને ઇલાવરાસન જયલલિતા સાથે તેમની કારમા હતા જ્યારે સુધાકરન અલગ કારમા હતો. અગાઉ પણ જયલલિતા અને તેમના સાથીઓ જેલમાં જઈ આવ્યા છે.

ચેન્નઇમાંકડક સુરક્ષા

જયલલિતાની મુક્તિનાકારણે ખૂશ ખૂશાલ તેમના સમર્થકો વિમાન મથક અને જયલલિતાના પોસ ગાર્ડન વિસ્તારમા આવેલા ઘર બહાર મોટી સંખ્યામા એકત્ર થયા હતા અને તેઓ પોતાની ક્રાંતીકારી નેતાની પ્રસંશામા સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.જયલલિતાએ પણ પોતાના ઉજવણી કરી રહેલા ટેકેદારોનુ અભિવાદન કર્યુ હતુ.

જયલલિતા જેલમાથીનિકળતાજ તેમને કડક સુરક્ષા વચ્ચે કાર સુધી લઇ જવાયા હતાજ્યાંથી તેઓ વિમાન મથકે્ રવાના થયા હતા.રસ્તામા સમર્થકોની ભીડ જોતા શહેરના ઘણા વિસ્તારોમા નિષેધાજ્ઞા લગાવી દેવાઇ હતી.તમિલનાડુ ના મુખ્યમંત્રી પનીરસેલ્વમ,કેટલાક પ્રધાનો તથા પાર્ટીના અમુક સાંસદો અને ધારાસભ્યો જોલ બહાર જયલલિતાને આવકારવા હાજર રહ્યા હતા.હાથમા પોસ્ટરો સાથે હાજર અને તેમની કાર પર ફુલોનો વરસાદ કરી રહેલા સમર્થકોનુ જયલલિતાએ હાથ હલાવી અભિવાદન કર્યુ હતુ.તેઓ ચાર્ટર ફ્લાઇટ વડે ચેન્નઇ રવાના થયા હતા.

બેંગ્લોરથી ચેન્નાઈ પહોંચેલા જયલલિતાનું ભવ્ય સ્વાગત

21 િદવસ બાદ જયાનો છુટકારો

જયલલિતાને લેવા સ્વયં મુખ્યમંત્રી જેલના દરવાજે પહોંચ્યા