{ કલ્પેશ યાિગ્નક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ કલ્પેશ યાિગ્નક

અનુશાસન, અભ્યાસ, અનુભૂિત અને અનુભવ આધાિરત અલખ

જો તમે ઇન્કમ ટેક્સ અને બેંક લોન ભરી રહ્યા છો તો અા જોડાણ પર જરૂર બોલો

‘બાળક ત્યારે મોટુંમાનવામાં આવે છે જ્યારે પિતા પાસે પૈસા નહીં, લોન માગે. મોટો ત્યારે હોશિયાર માનવામાં આવે છે જ્યારે પિતા પાસે નહીં, બેંક પાસેથી લોન લે. પરંતુ તે વગદાર ત્યારે માનવામાં આવે છે જ્યારે ટેક્સ ભરે, લોન ચૂક્વે.’ - અજ્ઞાત

કાનૂન શક્તિશાળીહાથોમાં પિસાઇ જાય છે. બે શક્તિશાળી રાજ્યસભા સાંસદોના બે કિસ્સાએ પુરવાર કર્યું છે.

પ્રથમછે : અભિષેક મનુ સિંઘવી. કોંગ્રેસના. સુપ્રીમકોર્ટના પ્રભાવશાળી અને સફળ વકીલ છે. સિંઘવીને ઇન્કમ ટેક્સે 56 કરોડ રૂપિયાનો દંડ કર્યો છે.

શુંદેશનો કોઇ કાયદો, કાનૂનવિદ્ સિંઘવી પાસેથી 56 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરી શકશેય

જી, નહીં. ખાસ કરીને જ્યારે તેમણે એક ચોંકાવનારી દલીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે તેઓ એટલા માટે પોતાના ખર્ચની વિગતો આપી શકતા નથી, કારણ કે બધા રેકોર્ડ ઉધઇ ખાઇ ગઇ છે!

તમે કહી શકો છો કે જ્યારે ઇન્કમ ટેક્સ વિભાગે દલીલ માનવાની પાડી દીધી છે તો તેમાં મુદ્દો શું છેω એક રીતે તો આશ્ચર્યજનક માનવામાં આવશે કે ઇન્કમ ટેક્સ વિભાગ કોઇ મોટા સાંસદથી પણ ડર્યો નથી.

મુદ્દો છે. એક છેતરપિંડી છે. જે દિવસે ટેક્સવાળા તેમની પાસેથી 56 કરોડ રૂપિયા વસૂલ કરી બતાવશે દિવસે માનીશું. સિંઘવીના તર્ક હશે.પડકારી શકાશે નહીં. તેઓ કાયદાના જાણકાર છે. તેને ગેરકાનૂની જાહેર કરી દેશે. જીતી જશે કારણ કે ઉધઇ તો ખાઇ રહી છે.

હવે મારી, તમારી વાત.તમે એક દસ્તાવેજ ભૂલીને બતાવી આપો. એક ભૂલ કરીને રિટર્ન ભરો. પછી જુઓ.

તમને ઉધઇની જેમ ખાઇ જશે વેરો વસૂલનારા અધિકારી.કેમ કે તમે સાધારણ નાગરિક છો.મધ્યમવર્ગના છો. નોકરીયાત હોવ તો પાછા વધુ નબળા.

વેરાકીય કાયદો પોતે ભેદભાવના પાયા પર ઊભેલો છે. માત્ર ‘ખર્ચ’ને મુદ્દે વાત કરો. કંપનીઓ ,ઉદ્યોગપતિઓ -વ્યવસાયીઓને ખર્ચ પર છૂટછાટ મળે છે. નોકરિયાતના કોઇ ખર્ચને કોઇ માનવા- સાંભળવા તૈયાર નથી.

સિંઘવીના ખર્ચને જોઇ લો. તેમણે કહ્યું કે પાંચ કરોડ રૂપિયાના લેપટોપ તેમના કર્મચારીઓ માટે ખરીદ કર્યા હતા. કર્મચારી કેટલા હતાω કુલ 14. જો સરેરાશ કિંમત 40 હજાર રૂપિયા માનવામાં આવે તો શું 1250 લેપટોપ ખરીદ કર્યા ટેક્સ સેટલમેન્ટે આમ કહીને ખર્ચ ફગાવી દીધું.

સમય આવવા દો. બધું માન્ય થશે.ઘૂંટણીએ પડશે ટેક્સવાળા.

ઉધાઇ જે ચાટ