• Gujarati News
  • સ્લોવેનિયા સામેની મેચ અગાઉ ઇંગ્લેન્ડના સુકાની રુનીએ ઘટસ્ફોટ કર્યો

સ્લોવેનિયા સામેની મેચ અગાઉ ઇંગ્લેન્ડના સુકાની રુનીએ ઘટસ્ફોટ કર્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્લોવેનિયા સામેની મેચ અગાઉ ઇંગ્લેન્ડના સુકાની રુનીએ ઘટસ્ફોટ કર્યો

14 વર્ષની ઉંમરે રુની ફૂટબોલ છોડવાનો હતો

ખુલાસો

એજન્સી . વોટફોર્ટ

ઇંગ્લેન્ડનીફૂટબોલ ટીમના સુકાની વેન રુનીએ ખુલાસો કર્યો છે કે તે રમતમાંથી રસ ઊડી ગયા બાદ 14 વર્ષની ઉંમરે નાતો તોડવાનું મન બનાવી લીધું હતું. 29 વર્ષની ખેલાડી 2016ના યૂરો કપના એક ક્વોલિફાઇંગ રાઉન્ડમાં સ્લોવેનિયા સામે રમાનારી મેચ દરમિયાન ઇંગ્લેન્ડનો ભૂતપૂર્વ મહાન ખેલાડી બોબી કાર્લટન તેને એક કેપ આપીને સન્માનિત કરશે. મેચ અગાઉ માન્ચેસ્ટર યુનાઇટેડના સ્ટાર ખેલાડીએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે તેને ભૂતપૂર્વ ક્લબ એવર્ટનના યુવા કોચ કોલિન હાર્વેનું માર્ગદર્શન મળ્યું હોત તો તેની કારકિર્દી શરૂ થયા પહેલા પૂરી થઇ ગઇ હોત.

રુનીએ અંગે વધુ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે મને લાગે છે કે કોલિન હાર્વેએ મારી ખૂબ મદદ કરી છે કારણ કે હું જ્યારે 14 વર્ષનો હતો ત્યારે મને ફૂટબોલ રમવામાં કોઇ રુચિ નહોતી. મને તે વખતે લાગતું હતું કે હું ફક્ત ફૂટબોલની રમતનો આનંદ માણી રહ્યો છું. મને યાદ છે કે એક દિવસ જ્યારે હું ફૂટબોલ રમીને મારા ઘરે ગયો ત્યારે મેં મારા પિતાને કહી દીધું હતું કે હું હવેથી ક્યારેય ફૂટબોલ રમવા નહીં જાઉં. ત્યાર બાદ મારા પિતા મારાથી નારાજ થઇ ગયા હતા. ત્યાર બાદ હું કોલિન હાર્વેને મળ્યો હતો તેમણે મારી ખૂબ મદદ કરી હતી.

કોલિન હાર્વેએ રુનીની ખૂબ મદદ કરી હતી. અંગે રુનીએ હાર્વેનો આભાર માનતા જણાવ્યું હતું કે તેમણે મને બેસાડ્યો અને મને ફરીથી ફૂટબોલ અપનાવવા માટે જણાવ્યું હતું. ત્યાર બાદ મેં નક્કી કરી લીધું હતું કે હું ફૂટબોલ રમીશ અને મને મહેનત બાદ સફળતા મળતી ગઇ.