• Gujarati News
  • ફિટનેસ ટ્રેક્ટરથી જીવન સરળ થશે

ફિટનેસ ટ્રેક્ટરથી જીવન સરળ થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હુંપોતાના કાંડા પર જોબોન અપ 24 પહેરું છું. રબરનું બ્રેસલેટ દિવસભર મારાં ડગલાં ગણે છે. કેલરી ખર્ચ બતાવે છે. મારા આહાર પર આઇફોન એપ માયફિટનેસ પર નજર રાખે છે. જોબોન બ્રેસલેટ મોશન સેન્સર દ્વારા મારી ઊંઘનો સમય રેકોર્ડ કરે છે. તે રાત્રિ દરમિયાન ઘસઘસાટ અને હળવી ઊંઘના કલાકનો હિસાબ રાખે છે. શારીરિક ગતિવિધિઓ પર દેખરેખ રાખનાર આવા ગેજેટનું ચલણ અમેરિકા સહિત ઘણા દેશોમાં વધી રહ્યું છે. રિસર્ચ ફર્મ એબીઆઇનું અનુમાન છે, 2014માં શરીર પર પહેરવામાં આવતા 4.20 કરોડ ફિટનેસ અને હેલ્થ ડિવાઇસ બહાર મોકલવામાં આવશે. 2013માં સંખ્યા 3.20 કરોડ હતી.

પહેરવામાં આવતા ગેજેટ આપણા શરીર અને વ્યવહાર વિશે માહિતી એકત્રિત કરે છે. ડોક્ટરો અને સંશોધકોને પ્રક્રિયામાં ક્રાંતિ દેખાય છે. ક્રાંતિ દર્દીઓના ઇલાજની દિશા નક્કી કરશે. ટ્રેકિંગ ડિવાઇસ બતાવશે કે આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ પર કેટલા પૈસા ખર્ચ કરીએ. મામલે હોસ્પિટલોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમેરિકામાં ક્લીવલેન્ડ ક્લિનિકે પોતાના બધા કર્મચારીઓ અને પરિવારવાળાઓને એક્ટિવિટી ટ્રેકર પીબલનો ઉપયોગ કરવાનું જણાવ્યું છે. આશા છે, તેનાથી તેમની ગતિવિધિઓ વધશે. પીબલનો ઉપયોગ કરતા કર્મચારીઓ અને પરિવારવાળાઓનું હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઘટી જશે. સ્વાસ્થ્ય નિષ્ણાતોને જણાયું છે, એક્ટિવિટી ટ્રેકિંગથી લોકોને વધુ સક્રિય રહેવાની પ્રેરણા મળી શકે છે. મિનેસોટામાં મેયો ક્લિનિકે સર્જરી પછી દેખભાળ માટે એક્ટિવિટી ટ્રેકરનો ઉપયોગ કર્યો. 2013માં હોસ્પિટલે 50 વર્ષથી વધુ વયના હૃદયની સર્જરી કરાવનારા 150 દર્દીઓને ફિટબિટ એક્ટિવિટી ટ્રેકર લગાડ્યું. મોટા ઓપરેશન પછી વધુ વયના દર્દી શિથિલ થઇ જાય છે. તેનાથી રિકવરી ધીમી થઇ શકે છે. સંશોધકોએ શોધી કાઢ્યું કે દરરોજ વધુ ચાલતા દર્દીઓને ઓછા સક્રિય દર્દીઓની સરખામણીએ હોસ્પિટલેથી વહેલા રજા મળી ગઇ. એક્ટિવિટી ટ્રેકરની સાથે કેટલાક અવરોધો પણ છે. આઇટી સિક્યુરિટી ફર્મ સિમેંટેકનું કહેવું છે, ફિટનેસ ટ્રેકર્સના હેક થવાનો ખતરો હોય છે. કેટલાક ટ્રેકર મોટા છે. ફેશનેબલ નથી. ભૂલની સમસ્યાઓ છે. આયોવા સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ બધા ફિટનેસ ટ્રેકરની સ્ટડીમાં શોધી કાઢ્યું કે તેઓ એક્સરસાઇજથી કેલરી ખર્ચ થવા અને દરરોજની ગતિવિધિની ગણતરીમાં 10થી 15 ટકા ખોટા રહ્યા પરંતુ ડિવાઇસ ધીમે-ધીમે નાના અને સચોટ થઇ રહ્યા છે. એપલ વોચ હૃદયના ધબકારાની સાથે તમારી દરેક ગતિવિધિ રેકોર્ડ કરશે. વ્યક્તિગત ડેટા ટ્રે