• Gujarati News
  • ઈન્ટરનેટના માલિકીહકનો વિવાદ

ઈન્ટરનેટના માલિકીહકનો વિવાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકનરાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ (આઈએસપી) પર અલગ કન્ટેન્ટ માટે ઝડપી લેન અને ધીમી લેન બનાવવા પર સ્ટે મૂકી દીધો છે. તેમણે કહ્યું, આશય માટે આકરી પદ્ધતિ અપનાવવામાં આવે. ફેડરલ કોમ્યુનિકેશન કમીશનના ચેરમેન ટોમ વ્હીલરે એક નિવેદનમાં કહ્યું, ‘ઈન્ટરનેટને ઓપન પ્લેટફોર્મ સ્વરૂપે રહેવા દેવું જોઈએ.’ બીજા દિવસે અમેરિકાના સૌથી મોટા બ્રોડબેન્ડ પ્રોવાઈડર કોમકાસ્ટના પ્રમુખ ડેવિડ કોહેને કહ્યું ‘અમે નેટની તટસ્થા પર રાષ્ટ્રપતિના સિદ્ધાંતોથી સંમત છીએ. ત્યાં સુધી કે રીપબ્લિકન પાર્ટીએ પણ તેને મંજૂરી આપી દીધી છે. પરંતુ બાબતનું વધુ મહત્વ નથી. અબજો રૂપિયાના ઉદ્યોગના ભવિષ્યને લઈને કાયદાકીય વિવાદ ચાલી રહ્યો છે. ઈન્ટરનેટની ડિલિવરીના નિયમો પર સરકાર, રીપબ્લિકન પાર્ટી, ફેડરલ કમિશન, સિલિકોન વેલી અને સર્વિસ પ્રોવાઈડર શક્તિ પરીક્ષણની તૈયારીમાં લાગ્યા છે.’ સૈદ્ધાંતિક રીતે માનવામાં આવે છે કે આઈએસપી સમગ્ર વેબ ટ્રાફિકને એક સમાન મેરીટ આપે. કોઈ ડેટા અટકાવવામાં આવે કે તેને ધીમી ગતિએ રિલિઝ કરવામાં આવે. અનેક લોકોની દલીલ છે, મોટી સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ કન્ટેન્ટ પણ રિલીઝ કરે છે, તેથી નેટ ન્યૂટ્રેલિટી વધુ મહત્વપૂર્ણ થઈ ગઈ છે.