ડોલર રાજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડોલર રાજા

રૂપિયામાં 61 નીચે 62 લેવલનો ટાર્ગેટ સંભવ

પ્રમિત બ્રહ્મભટ્ટ

ડોલરસામે રૂપિયામાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. રૂપિયો શરૂમાં 61.45 ખુલ્યા બાદ અંતીમ દિવસે રૂ.61.81 સુધી ઘટીને અંતે રૂ.61.72 બંઘ રહ્યો હતો. ડોલર ઇન્ડેક્સની સતત તેજીથી 4.5 વર્ષની ઉંચી સપાટીને આંબી ગયો છે. એક માસમાં ડોલર ઇન્ડેક્સમાં 3 ટકાની તેજી જોવા મળી હતી. ભારતીય શેરબજારમાં એફઆઇઆઇ દ્વારા સતત થઇ રહેલી ખરીદીના કારણે ભારતીય સુચકઆંકો લાઇફ ટાઇમ હાઇ ટ્રેડ થતા જોવા મળ્યા હતા. કાચા તેલના ભાવમાં થયેલા ઘટાડાના પગલે ઓઇલ આયાતકારો દ્વારા ડોલરની માંગમાં વધારો થવાથી ડોલરને મજબૂતીનો ટેકો મળી ગયો હતો. એફઆઇઆઇએ એક માસમાં 7590 કરોડની ખરીદી કરી છે. જેના પરિણામે સેન્સેક્સ 28046 અને નિફ્ટી 8389ની લાઇફ ટાઇમ હાઉ ઉપર બંધ રહ્યાં હતા. જ્યારે અમેરિકાના રોજગારી ડેટા સારા આવતા વૈશ્વિક સોનું પણ સપ્તાહના અંતે મજબૂત બની 1188 ડોલર બોલાઇ ગયું હતું. આગામી સપ્તાહમાં રૂપિયામાં 61.00 થી 62ની ટ્રેડિંગ રેન્જ જોવા મળી શકે છે. વાયદામાં ઉછાળે વેચાણ પોઝિશન બનાવવી.