પ્રમિત બ્રહ્મભટ્ટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રમિત બ્રહ્મભટ્ટ

ડોલરસામે રૂપિયામાં ગત સપ્તાહ દરમિયાન સામાન્ય ધસારો જોવા મળ્યો હતો. શરૂમાં રૂ.61.25ના લેવલે ટ્રેડ થતો હતો જ્યારે ડોલરમાં નરમાઇના પગલે રૂપિયો 60.90 સુધી મજબૂત થયો હતો. અમેરિકાના અર્થતંત્રના અન એમ્પલોયમેન્ટ તથા ઇન્ડસ્ટ્રીયલ આઉટપૂટ ડેટા અપેક્ષા કરતા સારા પ્રસારીત થતા રૂપિયો 61.93 સુધી ઘટતો જોવા મળ્યો હતો. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ સેશન દરમિયાન ભારતીય શેર બજારો સતત ચોથા સપ્તાહના નીચલા સ્તર પર ટ્રેડ થતા રૂપિયામાં ટ્રેન્ડ બદલાયો હતો અને રૂપિયો 61.93ના નીચલા સ્તર સુધી ઘટતો હતો. જ્યારે સપ્તાહના છેલ્લા દિવસે રીકવરી કરી 61.44 બંઘ હતો. હરિયાણા તથા મહારાષ્ટ્રના પરિણામો પર તેમજ તહેવારોના કારણે રજાના માહોલના કારણે વોલેટાલિટી જોવા મળશે. બીજી તરફ ચીનના ત્રીજા ત્રીમાસીક જીડીપીના ડેટા પર છે. જ્યારે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ 80 ડોલર પર સ્થિર થાય તો રૂપિયામાં થોડું દબાણ જોવા મળી સકે છે. આગામી સપ્તાહમાં રૂપિયામાં 61.00 થી 61.60ની ટ્રેડિંગ રેન્જ જોવા મળી શકે છે.

રૂપિયામાં 61 નીચે 61.60 લેવલનો ટાર્ગેટ