• Gujarati News
  • પ્રથમ ગુજરાત યાત્રા

પ્રથમ ગુજરાત યાત્રા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાનનરેન્દ્ર મોદી તેમની વર્ષગાંઠ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આગમન નિમિત્તે વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર ગુજરાત આવી રહ્યા છે ત્યારે રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના સત્તાકાળમાં રાજ્યમાં જે મહત્ત્વની વિકાસલક્ષી યોજનાઓ ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં જાહેર કરવામાં આવી છે તેમાંની 17 યોજનાઓના અમલની સરકાર દ્વારા જાહેરાત કરાશે.

વર્ષગાંઠના દિવસે 17મી સપ્ટેમ્બરે વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસ સેક્ટરમાં રહેતા પોતાના ભાઈના ઘરે પહોંચી ત્યાં તેમની સાથે રહેતા પોતાના માતા હીરાબાના આશીર્વાદ લેવા પહોંચશે. ત્યાર બાદ સાડા દસ વાગ્યે મહાત્મા મંદિરમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં વડાપ્રધાનનું રાજ્ય સરકાર દ્વારા અભિવાદન કરવામાં આવશે અને કાર્યક્રમમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની નેતાગીરી હેઠળ સરકારની કામગીરીનું પણ પ્રેઝન્ટેશન કરાશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

બે કલાક સુધી ચાલનારા કાર્યક્રમમાં આનંદીબહેન સરકારે ખાસ મહિલાઓ અને કૃષિ ક્ષેત્ર માટે વખતના બજેટમાં ખાસ ફોકસ રાખવામાં આવ્યું છે. નાણાં મંત્રી સૌરભ પટેલે પોતાના પ્રથમ બજેટને રજૂ કરતાં બજેટને જેન્ડર બજેટ પણ ગણાવ્યું હતું. બજેટમાં જાહેર કરેલી અનેક નવી યોજનાઓના અમલની વડાપ્રધાનની હાજરીમાં જાહેરાત કરવામાં આવશે અને તેના લાભોની વિતરણ પણ કરવામાં આવશે.

વડાપ્રધાનના હસ્તે ટેબ્લેટનું પણ વિતરણ

રાજ્યસરકારેકરેલા આયોજન મુજબ વિવિધ યોજનાઓના લાભોનું પણ તેના લાભાર્થીઓને વિતરણ કરવામાં આવશે જેના અંતર્ગત વડાપ્રધાનના હસ્તે રાજ્યના પસંદગીના વિદ્યાર્થીઓને ટેબ્લેટનું પણ વિતરણ કરવામાં આવે તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી હતી.

{ મુખ્યમંત્રીમહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના

{મુખ્યમંત્રીનિ:શુલ્ક પશુ સારવાર યોજના (~20 કરોડ)

{મુખ્યમંત્રીપશુપાલન પ્રોત્સાહન યોજન

{મુખ્યમંત્રીઅમૃતમ યોજના(મા) (~160કરોડ)

{એમ્પ્લોયમેન્ટએક્સ.એક્સ.બ્યુરો-ઈમ્પેક્સ-બી (~1 કરોડ)

{વીજપ્રવહન લાઈનો-100 સબ સ્ટેશનો (~2232કરોડ)

{લઘુઉદ્યોગ પ્રોત્સાહન યોજના- (~100 કરોડ)

{દત્તોપંતઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના

{ગુજરાતકૃષિ પંચની સ્થાપના

{મુખ્યમંત્રીશિષ્યવૃત્તિ નિધિ - (~100કરોડ)

મુખ્યમંત્રી યોજનાઓના અમલની જાહેરાત કરી શકે છે

નવી 17 યોજનાના અમલની જાહેરાત કરાશે

મોદીની યાત્રા | વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં મહા