• Gujarati News
  • નાશ પામી રહેલી ફિલ્મી રીલોની જાળવણી?

નાશ પામી રહેલી ફિલ્મી રીલોની જાળવણી?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેન્દ્ર સિંહ ડૂંગરપૂર કે જેઓ પોતાની ડોક્યુમેન્ટરી ‘સેલ્યુલોઈડ મેન’ માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી ચૂક્યા છે, તેમણે જણાવ્યું કે આપણાં ફિલ્મ ઉદ્યોગમાં મૂક ફિલ્મોના સમયમાં 1700 ફિલ્મો બનાવાઈ છે, પરંતુ આજે માત્ર સાત પ્રિન્ટ ઉપલબ્ધ છે. રીતે આપણી પ્રથમ બોલતી ફિલ્મ ‘આલમઆરા’ની પ્રિન્ટ પણ નાશ પામી છે. ભારત પોતાની મોટાભાગની ફિલ્મો ગુમાવી ચૂક્યું છે અને ક્લાસિક ખરાબ સ્થિતિમાં છે. ‘આવારા’ની કેટલીક રીલોને પણ નુકસાન પહોંચી ચૂક્યું છે. ‘પ્યાસા’ની કેટલીક રીલ પણ પોતાનું મૌલિક સ્વરૂપ ગુમાવી ચૂકી છે. શિવેન્દ્રએ વર્લ્ડ સિનેમા પ્રોજેક્ટની મદદથી ઉદય શંકરની ‘કલ્પના’ને સુરક્ષિત રાખવાનું કામ કર્યું છે. દુિનયાના બધા ફિલ્મ બનાવનારા પોતાના દેશના ફિલ્મી વારસા પ્રત્યે સંવેદનશીલ અને ગંભીર છે તથા અનેક દેશોએ પોતાનો 70 ટકા વારસો સાચવી રાખ્યો છે. આપણે દિવસેને દિવસે કંગાળ થતા જઈ રહ્યા છીએ.

આપણે પોતાનો સાંસ્કૃતિક વારસો ઘણી હદ સુધી ગુમાવી ચૂક્યા છીએ, આપણાં અનેક ગ્રંથ કાળની થાપટોમાં સમાઈ ચૂક્યા છે. આપણી કેટલીક ઇમારતોને બચાવી શકીએ એમ હતા. આપણે ઈતિહાસને બિનજરૂરી સમજીએ છીએ અને દરેક બાબતોમાં બેજવબદારી દાખવવાની વૃત્તિને કારણે ફિલ્મી વારસા પ્રત્યે પણ એટલે સંવેદનહીન બન્યા છીએ. કામ માટે સરકારી પ્રયત્નો બાબુશાહીનો ભોગ બનેલા છે. વર્ષ 71-72માં ભોપાલના સરકારી વાંચનાલયમાંથી ગાલિબનું એક દુર્લભ પુસ્તક ખોવાઈ ગયું અને જ્યારે પાકિસ્તાનમાં કોઈએ તેને બે લાખ રૂપિયામાં ખરીદી ત્યારે ખબર પડી કે તો આપણાં વાંચનાલયમાં હતી. આપણાં તમામ આકાશવાણી કેન્દ્રોમાં મહાન શાસ્ત્રીય સંગીતની ટેપ નાશ પામી છે, પુસ્તકો ગાયબ છે. પૂના ફિલ્મ આર્કાઈવ હવે અસ્ત-વ્યસ્ત થઈ ચૂક્યું છે.

સેન્સર દ્વારા કાપવામાં આવેલા દૃશ્યો પૂના સંસ્થામાં મોકલવામાં આવતા રહ્યા છે, શું તેને સાચવીને રખાયા છે ખરાω ફિલ્મ પ્રિન્ટના રેસ્ટોરેશનના વિજ્ઞાન અને કલા પર શિવેન્દ્ર ડૂંગરપૂરે પોતાની સંસ્થા ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનના નેતૃત્વમાં માર્ટિન સ્કોટસિસની સંસ્થા તથા ઈટાલીની સંસ્થાના સહયોગમાં 22મી ફેબ્રુઆરી, 2015થી 28મી ફેબ્રુઆરી, 2015 સુધી મુંબઈના પેડર રોડ ખાતે ફિલ્મ ડિવિઝનના ઓડિટોરિયમમાં એક કોર્સ ‘ધ ફિલ્મ રેસ્ટોરેશન સ્કૂલ ઓફ ઈન્ડિયા’નું આયોજન કર્યું છે અને કલા તથા વિજ્ઞાન પર જ્ઞાન આપવા માટે ખુદ માર્ટિન સ્કોટિસસ હાજર રહેશે. ફિલ્મ ફાઉન્ડેશન બોર્ડમાં વુડી એલન, એંગ લી, સ્ટીવન સ્પીલબ