• Gujarati News
  • પર્યાવરણ વિરુદ્ધ વિકાસ

પર્યાવરણ વિરુદ્ધ વિકાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્યોગ વિશ્વની પૂર્વ યુપીએ સરકાર સામે ફરિયાદ હતી કે તે પર્યાવરણ અને આદિવાસીઓના વનાધિકાર સંરક્ષણના મુદ્દે જનસંગઠનોના દબાણમાં આવી ગઈ છે. પરિણામસ્વરૂપે એટલા કડક કાયદા બનાવાયા છે કે ઔદ્યોગિક વિકાસ અને ખનન માટે જમીન સંપાદન વધુ અઘરું થઈ ગયું છે. એવું કહેવાય છે કે તેના કારણે રોકાણકારો નિરાશ થયા હતા અને આર્થિક વૃદ્ધિદરમાં ઘટાડો નોંધાયો હતો. એનડીએ સરકાર વાતાવરણને બદલવાનો પ્રયાસ કરે વ્યાજબી છે. જોકે પ્રાસંગિક સવાલ છે કે આવું કેવી રીતે કરી શકાયω શું પર્યાવરણ સંહરક્ષણ, વનાધિકાર અને જમીન સંપાદન જેવા કાયદા સાથે સંબંધિત નિયમોમાં ફેરફાર કરીને કાયદાઓની કથિત અસરોને ઘટાડી શકાય છેω કેટલીક સિવિલ સંગઠનનો આરોપ છે કે અનેક બાબતોમાં એનડીએ સરકારે આમ કરવાનો પ્રયાસ કર્યો છે. સ્પષ્ટ છે, આમ કરવાનું ઉચિત નહીં મનાય કે તેના યોગ્ય પરિણામ પણ નહીં મળે. જો કાયદા વિરુદ્ધ અમલીકરણ જોવા મળશે તો શક્ય છે કે અદાલતો નહીં પરંતુ તેના પર આધારિત નિર્ણયો પણ રદ્દ કરી શકે છે. જેને કારણે પ્રોજેક્ટોને ઝડપથી મંજૂરી આપીને આર્થિક વૃદ્ધિદરને સંભાળવાનો ઉદ્દેશ્ય અધવચ્ચે લટકી પડશે. આમ પણ ન્યાયિક પડકાર અને પરીક્ષણનો પડછાયો હંમેશાં લટકતો રહેવો રોકાણકારોને અનૂકૂળ નથી કે ભ્રમ પર્યાવરણ સંરક્ષણની દૃષ્ટિએ ઉચિત નથી. આથી જે કાયદાઓને સરકાર બિનજરૂરી કે વિકાસમાં અડચણરૂપ માને છે તેને ઉચિત પ્રક્રિયાનું પાલન કરીને બદલી નાખવા જોઈએ. સંદર્ભમાં પૂર્વ કેબિનેટ સચિવ ટીએસઆર સુબ્રમણ્યમની અધ્યક્ષતામાં સભ્યોની સમીક્ષા સમિતિની રચના કરવાનો નિર્ણય મહત્ત્વનો છે.