લેન્ડમાર્કઆગ પ્રક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વાપી

વાપીનગર પાલિકામાં ચાલતા ભષ્ટાચારની ચચા હમેંશા થતી રહેતી હોય છે, ત્યારે શુક્રવારે બપોરે ભષ્ટાચારની પોલ ખૂલી ગઇ હતી. નગર પાલિકાના ચીફ ઓફિસર એમ.જે. નથવાણી શુક્રવારે સિકયુરીટિ એજન્સીના સંચાલક કોન્ટાકટર કમલેશ ચંદુભાઇ પટેલ પાસેથી તેમના આઠ લાખના બિલ પાસ કરાવવા માટેના કમિશન પટે 2 ટકાની 15 હજાર રૂપિયાની લાંચ માગી હતી. શુક્રવારે સંયુક્ત ઓપરેશનમાં છટકું ગોઠવીને લેવા જતાં વલસાડ એસીબીના હાથે ઝડપાયા હતા. વાપી નગર પાલિકાના ઇતિહાસમાં કોઇ અધિકારી લાંચ લેવા જતા એમ.જે. નથવાણીને રંગે હાથ ઝડપાવ
લેન્ડમાર્કઆગ પ્રકરણમાં ફાયર વિભાગે એનઓસી ખોટી રીતે આપી હોવાના કારણે તત્કાલિન ચીફ ફાયર ઓફિસર પંકજ પટેલની ધરપકડ કરવા ઉપરાંત પાલિકામાં ઓન ડ્યુટી કામગીરી કરી રહેલા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર એસ. કે. આચાર્ય અને ફાયર ઓફિસર એન.પી. મોઢની અટક કર્યા બાદ બંનેની ધરપકડ કરવાની વાત કરતા ગુરૂવારે રાત્રે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ એકઠા થઇને પોલીસની કામગીરીનો વિરોધ કર્યો હતો. તેમજ રાત્રે પાલિકામાં બીજા દિવસે હડતાળની જાહેરાત કરી દેવામાં આવી હતી. તેને પગલે આજે પાલિકાના તમામ કર્મચારીઓ હડતાળ પર ઉતરી તમામ કામગીરી ખોરવી હતી.

ગુરૂવારે રાત્રે પાલિકામાં હડતાળ કરવાની જાહેરાત કર્યા બાદ આજ સવારથી મહાનગરપાલિકાની તમામ કચેરીઓના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા. અને મહેસુલ વિભાગમાં કર્મચારીઓની ધરપકડ નહિ કરવાનો પરીપત્ર બહાર પાડવામાં આવ્યો છે. તેવોજ પરીપત્ર બહાર પાડવાની માંગણી કરવામાં આવી હતી. તેને પગલે મેયરે આગામી તા.22, 23 અને 24 સપ્ટેમ્બરના રોજ અંગેની શહેરી વિકાસ વિભાગમાં વાત કરવાની ખાત્રી આપવામાં આવી હતી. ત્યાર બાદ હડતાળીયા કર્મચારીઓ પોલીસ કમિશનરને અંગે રજુઆત કરવા માટે પણ ગયા હતા.

સુરત નગરપાિલકાના કર્મચારીઓની હડતાળ

સુરત મહાનગરપાલિકામાં ઓન ડ્યૂટી કામગીરી કરી રહેલા ફાયર િવભાગના બે ઓિફસરોની ધરપકડના િવરોધમાં પાિલકાના તમામ કર્મચારી હડતાળ પર ઉતરી ગયા હતા. શુક્રવારે પાિલકાની તમામ ઓિફસોમાં કર્મચારીઓ કામગીરીથી અળગા રહ્યા હતા. મુગલીસરા ખાતેની પાિલકાની મુખ્ય કચેરીની બહાર કર્મચારીઓની ભારે ભીડ જામી હતી.

ગુરુવારે રાત્રે પોલીસ સ્ટેશનને ઘેરો ઘાલ્યો હતો

વાપી પાલિકાના ચીફ ઓફિસર લાંચ લેતાં ઝડપાયા

બે કર્મચારીની ધરપકડ કરતા તમામ હડતાળ પર