• Gujarati News
  • National
  • ઓઝોનના પડની સુરક્ષા માટે 29 વર્ષ અગાઉ મોન્ટ્રીઅલ સંધિ રજૂ થઇ હતી

ઓઝોનના પડની સુરક્ષા માટે 29 વર્ષ અગાઉ મોન્ટ્રીઅલ સંધિ રજૂ થઇ હતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1987માં આજના દિવસે ઓઝોનનું પડ બચાવવા માટે મહત્વની સંધિ મોન્ટ્રીઅલ પ્રોટોકોલ રજૂ કરાઇ હતી. ઓઝોનનું પડ બચાવવા ઘણા દેશોએ મળીને એવી યોજના બનાવી કે જેનો ઉદ્દેશ ઓઝોનના પડને નુકસાન પહોંચાડે તેવા ઝેરી રસાયણોને પર્યાવરણમાં ભળતા રોકવાનો હતો. 16 સપ્ટેમ્બર, 1987ના દિવસે સંધિ સહી-સિક્કા માટે રજૂ કરાઇ અને 1989ની પહેલી જાન્યુઆરીથી તે અમલમાં આવી. ત્યાર બાદ તેમાં ફેરફાર માટે તે વર્ષે મે મહિનામાં હેલસિન્કીમાં બેઠક થઇ હતી. ત્યારથી અત્યાર સુધીમાં તેમાં 8 સુધારા કરાયા છે. છેલ્લો સુધારો 2007માં મોન્ટ્રીઅલમાં થયો હતો.

અન્ય સમાચારો પણ છે...