• Gujarati News
  • IFCIએ એનએસઈનો 1.5 ટકા હિસ્સો ~ 263 કરોડમાં વેચ્યોે

IFCIએ એનએસઈનો 1.5 ટકા હિસ્સો ~ 263 કરોડમાં વેચ્યોે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
IFCIએ એનએસઈનો 1.5 ટકા હિસ્સો ~ 263 કરોડમાં વેચ્યોે

નવી દિલ્હી| ઇન્ફ્રાસ્ટ્રક્ચરક્ષેત્રે ધિરાણ કરતી IFCI-NSE સ્ટોક એક્સચેન્જનો 1.5 ટકા હિસ્સો રૂ. 263.25 કરોડમાં વેચી દીધો છે. વેબસાઇટ પરની માહિતી પ્રમાણે 30 જૂન સુધી IFCIનો NSEમાં હિસ્સો 5.55 ટકા હતો. IFCIએ તેના એનએસઈના 1.5 ટકા એટલે કે 6,75,000 ઈક્વિટી શેરદીઠ રૂ. 3900ના ભાવે કુલ રૂ. 263.25 કરોડમાં વેચી દીધા હતા. પહેલાં NSEમાં 12.44 ટકાનો હિસ્સો ધરાવતી હતી, ગોલ્ડમેન સાસ,NYSE ગ્રુપ, જનરલ એટલાન્ટિક એલએલસી અને સોફ્ટબેન્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને 2007માં સાત ટકા હિસ્સો વેચ્યો હતો.

દેશના જમ્મુમાં આવેલા વેજીટેબલ માર્કેટને જોઇ શકાય છે ત્યારે ચાલુ વર્ષે અંદાજ કરતા ઓછા ચોમાસા છતાં સરકાર પુરવઠાને લગતા પગલા લઇને ચાલુ વર્ષે 8 થી 10 ટકાની વૃદ્વિનો લક્ષ્યાંક રાખી રહી છે જો કે આગળ જતા સરકારના પગલા કેટલા સફળ રહે છે તે તો સમય બતાવશે.-એપી

સપ્લાય-સાઇડ પગલાઓ મારફતે સરકારનો 8-10 ટકા વૃદ્વિનો લક્ષ્યાંક

એસ્સાર ઓઇલે વાડીનાર રિફાઇનરી 30 દિવસ માટે બંધ કરી

નવીદિલ્હી| એસ્સારઓઇલે જણાવ્યું કે તે શુક્રવારથી અમલમાં આવે રીતે 30 દિવસ સુધી તેની ગુજરાત માં આવેલી વાડીનાર રિફાઇનરી મેઇન્ટેનન્સ કામને કારણે બંધ રાખશે. વાડીનાર રિફાઇનરી 18 સપ્ટેમ્બરથી ઓક્ટોબર 17 સુધી બંધ રાખશે. સમયગાળા દરમ્યાન કંપની તેની રિફાઇનરીમાં મોટું મેઇન્ટેનન્સ વર્ક હાથ ધરશે અને તેની રિફાઇનરીના બધા યુનિટમાં ઇન્સ્પેક્શન પણ કરશે ઉપરાંત કંપની તેના વેક્યુમ ગેસ ઓઇલ હાઇડ્રોટ્રીટરને માઇલ હાઇડ્રોક્રેકર યુનિટમાં ફેરવશે.

L&Tને બંગલાદેશમાં પાવર પ્લાન્ટ માટે 1700 કરોડનો ઓર્ડર મળ્યો

નવીદિલ્હી|એન્જિનિયરિંગ અનેકન્સ્ટ્રક્શન કંપની લાર્સન એન્ડ ટુબ્રો (એલ એન્ડ ટી)એ જણાવ્યું હતું કે તેને જાપાનની મારુબેની કોર્પોરેશન પાસેથી બંગલાદેમાં 400 મેગાવોટ ગેસ આધારિત પાવર પ્લાન્ટની સ્થાપના કરવા માટે રૂ. 1700 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. એલ એન્ડ ટીએ બીએસઈને આપેલી સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે બંગલાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડે 400 મેગાવોટ ગેસ આધારિત પાવર પ્લાન્ટ પ્રોજેક્ટનો ઈપીસી કોન્ટ્રેક્ટ જાપાનની મારુબેની કોર્પોરેશનને આપ્યો છે.

સિંદરીમાં આવેલા બંધ યુરિયા પ્લાન્ટને ફરી ચાલુ કરવા ટેન્ડર મૂકશે

નવીદિલ્હી|કેન્દ્ર સરકાર ઝારખંડના સિંદરીમાં આવેલા બંધ યુરિયા પ્લાન્ટને પુન:ધબકતો કરવા માટે રૂ. 6000 કરોડના રોકાણ કરવા માટે વૈશ્વિક સ્તરે રોકાણકારોને માટે ટેન્ડર જારી કરશે. ગયા મે મહિનામાં કેબિનેટે બંધ યુરિયા પ્લાન્ટમાં ઉત્પાદન અને આયાત કરવા અને પ્લાન્ટનો પુનરોદ્ધાર કરવા માટે મંજૂરી આપી હતી. પ્રોજેક્ટ માટે બિડિંગ પ્રક્રિયા દ્વારા આપવામાં આવશે. અને પસંદ કરેલા રોકાણકારે પ્લાન્ટના સ્થાપવા માટે, તેની રચના માટે મૂડીરોકાણ કરવું પડશે.

ભારત અને બ્રાઝિલે રોકાણકારોને સામાન્ય ઊંચું વળતર આપ્યું :અહેવાલ

નવીદિલ્હી|ભારત અને બ્રાઝિલમાંનાં નાણાં ફંડોએ રોકાણકારોને સાધારણ ઊંચું વળતર આપ્યું છે, અહેવાલમાં જણાવવાયું છે. ભારત-બ્રાઝિલ એસેટ ઓફ મની માર્કેટ ફંડ કેનેડા અને તાઇવાનમાં થયેલા ઘટાડાની સરખામણીએ નોંધપાત્ર રીતે વધ્યાં હતાં, જ્યારે સાઉથ આફ્રિકા અને મેક્સિકોમાં ફંડની અસ્કયામતો સ્થિર રહી હતી. અન્ય દેશોની તુલનાએ ભારત અને બ્રાઝિલમાં નાણાં ફંડો ઊંચું સાધારણ વળતર આપ્યું હતું. કેનેડા અને તાઇવાનમાં વળતર ઝીરોની નજીક હતું.