• Gujarati News
  • National
  • પોરબંદર જિલ્લાનાં બરડા પંથકમાં મેઘમહેર, 2 ઈંચ વરસાદ પડયો

પોરબંદર જિલ્લાનાં બરડા પંથકમાં મેઘમહેર, 2 ઈંચ વરસાદ પડયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડૂતોમાં ખુશીની લહેર, વાવણી કાર્યમાં જોતરાયા

પોરબંદરમાંછેલ્લા 3 દિવસથી મેઘરાજાનું આગમન થયું છે અને જેમાં જિલ્લામાં 2 દિવસ પૂર્વે 2 ઈંચથી પણ વધુ વરસાદ ખાબકી ચૂક્યો હતો. બાદ 1 દિવસના વિરામ બાદ આજે બપોર બાદ મેઘરાજાનું આગમન થયું હતું જેમાં બરડાપંથકમાં મેઘરાજાએ કૃપા વરસાવી હતી અને 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ત્યારે પોરબંદરમાં 9 મી.મી. અને રાણાવાવમાં 12 મી.મી. વરસાદ નોંધાયો હતો.

પોરબંદર સહિત રાજ્યભરમાં થોડા દિવસોથી મેઘરાજાનું આગમન થયું છે અને રાજ્યભરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે જેમાં પોરબંદરમાં અષાઢીબીજના પાવન તહેવારને ભગવાન જગન્નાથ રથયાત્રા નીકળ્યા બાદ મેઘરાજા પણ રથયાત્રાને જોઈને હરખાયા હોય તેમ સાંજના વરસાદનું આગમન થયું હતું અને પોરબંદર શહેર સહિત બરડાપંથકમાં 1 કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. બાદ બીજા દિવસે પણ બપોર બાદ ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થયું હતું અને પોરબંદર અને રાણાવાવમાં બે-બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ત્યારે કુતિયાણામાં માત્ર 4 ઈંચ વરસાદ નોંધાયો હતો, જેમાં ગાજવીજ સાથેના મેઘરાજાના આગમનમાં અનેક જગ્યાએ વિજળી પડી હતી તો ભારે પવન સાથે અમુક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...