પોરબંદરનાં પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું
અરબીસમુદ્રમાં દિવસે દિવસે કરંટ વધી રહ્યો છે અને લો પ્રેશર જોવા મળી રહ્યું છે જેને પગલે રાજ્યના હવામાન વિભાગે ગુજરાતના તમામ બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ લગાડવાનું જણાવવામાં આવ્યું છે જેને પગલે આજે પોરબંદર પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સમુદ્રમાં ભારે મોજા ઉછળી રહ્યા છે અને આગામી કલાકોમાં 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને પગલે સિગ્નલ લગાવી દેવાયું છે અને માચ્છીમારો સમુદ્રમાં હોય તો તેઓને નજીકના બંદરે પહોંચી જવા અને અન્ય માચ્છીમારોએ સમુદ્રમાં નહીં જવા જિલ્લા વહીવટીતંત્રએ જાણ કરી છે. જુન મહિનાના એન્ડમાં ચોમાસું ધીમેધીમે જામી રહ્યું છે અને સમુદ્રમાં પણ કરંટ જોવા મળી રહ્યો છે અને મોજા ઉછળી રહ્યા છે. છેલ્લા થોડાક દિવસથી રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે બપોર બાદ પોરબંદરના પોર્ટ ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવી માચ્છીમારોને સાવચેત કરાયા છે અને સમુદ્રમાં નહીં જવા સુચના આપવામાં આવી છે. આગામી 72 કલાકમાં હળવો થી ભારે પવન ફૂંકાવાની સંભાવના હવામાન વિભાગે કરી છે.