• Gujarati News
  • National
  • અમેરિકાએ મોદીની યાત્રાને ઐતિહાસિક ગણાવી

અમેરિકાએ મોદીની યાત્રાને ઐતિહાસિક ગણાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉપરાષ્ટ્રપતિ પેન્સે કહ્યું કે ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવશે. તેમણે કહ્યું કે અમેરિકા, દક્ષિણ એશિયામાં સુરક્ષા મજબૂત કરવા માટે ભારતને જરૂરી સૈન્ય સરંજામ અને ટેક્નોલોજી પણ પૂરાં પાડશે. તેના હેઠળ ભારતને ગાર્જિયન ડ્રોન, અપાચે લડાકુ હેલિકોપ્ટર અને સી-17 કાર્ગો વિમાન વેચશે. પેન્સે કહ્યું કે ભારત અને અમેરિકા અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારી શકે છે.

દ્વિપક્ષીય કારોબારને નિષ્પક્ષ અને પારસ્પરિક બનાવવા માટે તેમણે ભારત સરકારથી જરૂરી આર્થિક સુધારા કરવા અનુરોધ કર્યો છે. તે અમેરિકાના ટોપ બિઝનેસ એક્ઝિક્યુટિવને સંબોધિત કરી રહ્યાં હતાં. જ્યારે બંન્ને દેશોની મિત્રતાથી ચીનના પેટમાં તેલ રેડાયું છે.

મોદીએ કહ્યું : ઈન્ડિયાનાનો અર્થ ઈન્ડિયા-આના

ઈન્ડિયાના ગવર્નર રહી ચૂકેલા પેન્સે વ્હાઈટ હાઉસમાં મોદી સાથે પોતાની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો. દરમિયાન મોદીએ કહ્યું હતું કે ઈન્ડિયાનાનો અર્થ થાય છે ઈન્ડિયા-આના. તે સાંભળતા ત્યાં હાજર દરેક લોકો ખડખડાટ હસી પડ્યા હતા.

કહ્યું - બન્ને દેશોની મિત્રતાથી ‘અચ્છે દિન’ આવશે. ભારતને સૈન્ય સરંજામ આપશે

અન્ય સમાચારો પણ છે...