• Gujarati News
  • National
  • બાબાપુરમાં 9 ફૂટની દિવાલ કુદી દીપડો વાડમાં ઘુસ્યો

બાબાપુરમાં 9 ફૂટની દિવાલ કુદી દીપડો વાડમાં ઘુસ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાછરડીનો શિકાર કરે તે પહેલા ભગાડાયો

અમરેલીતાલુકાના બાબાપુર પંથકમાં સાવજોનો કાયમી આવરો જાવરો રહે છે અને મારણ પણ કરતા રહે છે. ગઇ રાત્રે અહિં વાછરડીના શિકાર માટે એક માલધારીના વાડામાં હવે દિપડો પણ ઘુસી આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે અને અંગે વન વિભાગને જાણ પણ કરાઇ હતી.

બાબાપુરની આસપાસની બાવળની કાંટમાં સાવજો કાયમી ધામા નાખીને પડયા રહે છે અને વિસ્તારમાં સતત મારણની ઘટનાઓ પણ બનતી રહે છે. સાવજો ક્યારેક બાબાપુર ગામમાં પણ આવી ચડે છે. જેના કારણે માલધારીઓ સતત ફફડતા રહે છે. જો કે હવે અહિં દિપડાનો ઉપદ્રવ પણ શરૂ થયો છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ગઇરાત્રે અહિં એક માલધારીના વાડામાં 8 થી 9 ફુટ ઉંચી દિવાલ કુદીને દિપડો ધસી આવ્યો હતો. જો કે દિપડો વાછરડીનો શિકાર કરે તે પહેલા ઘરધણી જાગી ગયા હતાં અને દિપડાને ભગાડ્યો હતો. માલધારી પરિવાર દ્વારા બાદમાં આજે વન વિભાગને જાણ કરવા પણ તજવીજ હાથ ધરાઇ હતી. વિસ્તારમાં સાવજોનો આંતક છે સાથે સાથે હવે દિપડાનો ઉપદ્રવ શરૂ થતા તેને પાંજરે પુરવા માંગ ઉઠી રહી છે.

અત્રે નોંધનીય છે કે, ચોમાસા બાદ જંગલમાં મચ્છરો વધી જવા ઉપરાંત ખોરાક મળવાના કારણે રાની પ્રાણીઓ શહેર અને ગામડાઓમાં ચઢી આવી પશુઓનાં શિકાર કરવાનાં બનાવો વધી રહ્યાં છે. ત્યારે લોકોમાં ભારે ભયનો માહોલ છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...