તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સંવેદનશીલતાનો પ્રારંભ ટોચથી થવો જોઈએ

સંવેદનશીલતાનો પ્રારંભ ટોચથી થવો જોઈએ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાર્તાલાપ મેં સ્પેશિયલ નીડ એજ્યુકેશન હોમની રિસેપ્શનિસ્ટ અને તેના બૉસ વચ્ચે થતા સાંભળ્યો હતો. એક એવું લર્નિંગ સેન્ટર છે, જે 3 વર્ષથી 40 વર્ષની વય જૂથના 92 ખાસ યોગ્યતા ધરાવતાં બાળકો તથા વયસ્કોને ટ્રેનિંગ આપે છે, જેમના મગજ અવિકસિત છે. હું સેન્ટરની મુલાકાતે ગયો હતો. રિસેપ્શનિસ્ટ પોતાની ખુરશી પર બેઠી હતી અને તેના બૉસ ઑક્યુપેશનલ થેરપિસ્ટ ડૉ. નૈના તેની પાસે ઊભાં હતાં, કેમ કે 35 વર્ષીય રિસેપ્શનિસ્ટ મમતા ચાવંદના બંને પગ પોલિયોને કારણે બિનઉપયોગી થઈ ગયા હતા. તેણે વિનંતીના સ્વરમાં કહ્યું, ‘મેડમ શું તમે મને બેન્ક જવા માટે બે કલાકની રજા આપશોω મને થોડાક પૈસા ઉપાડવા છે.’ બૉસે પૂછ્યું, ‘તને બેન્ક જવાની શું જરુર છેω તારી પાસે એટીએમ નથીω’ મમતા થોડા વધુ ધીમા અવાજે બોલી, ‘મેડમ મારા જેવી વ્યક્તિ માટે એટીએમ કાર્ડનો શો ઉપયોગ, હું તો એટીએમ સ્ક્રીન સુધી કે પાસવર્ડ પંચ કરવાના સ્થાન સુધી પણ નથી પહોંચી શક્તી. ત્યાં સ્ટૂલ પણ નથી હોતો કે તેની મદદ વડે અમે પોતાના પૈસા ઉપાડી શકીએ.’

હું બૉસના ચહેરા પરના હાવભાવને જોઈ શક્યો, પરંતુ મારો ચહેરો પડી ગયો. આપણી ટેક્નોલૉજી એટલી વ્યાપક નથી કે 2011ની વસ્તી ગણતરી મુજબ દેશના ઓછામાં ઓછા 2.68 કરોડ નોંધાયેલા દિવ્યાંગો સુધી દેશભરની વિવિધ બેન્કો દ્વારા સ્થાપિત લાખો એટીએમનો ફાયદો પહોંચાડી શકે. તમને જાણીને આશ્ચર્ય થશે કે રેલવે મંત્રી સુરેશ પ્રભુએ હાલમાં દિવ્યાંગો માટે ઑનલાઇન ટિકિટ બુકિંગની સુવિધા શરુ કરી છે. હાલમાં સાંભળ્યું કે, રેલવે મંત્રી પાસે દિવ્યાંગોનો ડબ્બો વચ્ચે રાખવા માટે કરેલી અરજી પેન્ડિંગ છે, જેથી તેઓ સ્ટેશન પહોંચતા ટ્રેન પર સવાર થઈ શકે. વર્તમાનમાં ડબ્બો ટ્રેનના અંતે જોડાયેલો હોય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો 66મો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે નવસારીમાં દિવ્યાંગ બાળકો સાથે પસાર કરશે. ત્યાં 11,248 દિવ્યાંગોને 10.44 કરોડ રૂપિયાનાં ઉપયોગી ઉપકરણ પૂરા પાડશે. ભારતે સ્વતંત્રતાના લગભગ 48 વર્ષો બાદ 1995માં પહેલો વિકલાંગતા અધિનિયમ બનાવ્યો. એવું લાગે છે કે ક્ષેત્રમાં ઝડપથી સુધારો કરવા માટે વડાપ્રધાન દૃષ્ટાંત પૂરું પાડવા માગે છે. મોદીના જન્મદિવસની ઉજવણી આખા રાજકીય વર્ગમાં મોટું માનસિક પરિવર્તન લાવશે.

ફંડા છે કે, ભાવનાના રુપમાં સંવેદનશીલતા હંમેશા ટોચથી શરુ થવી જોઇએ, જેથી પ્રાથમિક સ્તરે તેનો અમલ સુનિશ્ચિત કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...