તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • તાપીમાં પાણી છોડાયું: વિસર્જન ખોરવાયું

તાપીમાં પાણી છોડાયું: વિસર્જન ખોરવાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણેશઉત્સવ સમિતિ અને સંતો દ્વારા વિસર્જનના આગલા દિવસે મુખ્યમંત્રીને પાણી છોડવા માટેની માંગ કરવામાં આવી હતી. પરંતુ ડેમની સ્થિતિ ઘણી કંગાળ હોવાનું કહી પાણી છોડવાની સ્પષ્ટ ઇનકાર કરી દેવામાં આવી હતી. જેની અસર તમામ ઓવારાઓ પર જોવા મળી હતી. બપોર સુધી નદી ગાયબ હતી અને માત્ર કિચડ દેખાઈ રહ્યો હતો. નદીના મધ્યભાગ સુધી માત્ર કીચડ હોવાથી ચાલતા અંદર જવાય એવી સ્થિતિમાં મોટી પ્રતિમાઓ તો દૂર ચાર કે પાંચ ફુટની મૂર્તિઓ પણ વિસસર્જન કરવુ અઘરુ થઈ ગયુ હતું. પરંતુ બપોરે 11:56 મિનિટે ભરતી શરુ થતા નદી બન્ને કાંઠે વહેતી થઈ પછી જોર શોરથી વિસર્જન શરુ કરી દેવાયુ હતું.

સુરતમાં ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષ સાથે શ્રીજીને વિદાય આપવા શહેરના મુખ્ય માર્ગો પર લોકોનું કીડિયારું ઊભરાયું હતું.

મુદત ગામે ગણેશ વિસર્જનમાં 4 ડૂબ્યા

ભરતીમાં વિસર્જન કરાયું, પાણી ઓસર્યા બાદ મૂર્તિઓને કિનારા પર મૂકી દેવાઈ

સુરત: નદીમાંપાણીના અભાવે ગણપતિની પ્રતિમાઓ વિસર્જન કરવુ અશક્ય થઈ ગયુ હતું. જેથી ઓવારા પર મૂર્તિઓની લાંબી લાઈન જોવા મળી હતી. પ્રતિમાઓ ઓવારા પર આ‌વ્યા પછી વિસર્જન થવાની જગ્યાએ મુકી રાખવી પડી હતી.

મૂર્તિઓ સાઈડ પર મૂકી દેવાઈ

વલસાડ: ગણેશભકતો શ્રીજીની પ્રતિમા વાહનો પર બિરાજમાન કરવાની તૈયારી કરી રહ્યા હતા,ત્યારે વરસાદ શરૂ થતા ચોમેર ઠંડક પ્રસરી ગઇ હતી. ગુરૂવારે સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધીમાં વરસાદી ઝાપટાં ચાલુ રહ્યાં હતાં.

શ્રીજીની વિદાય ટાણે વરસાદ

લુણાવાડા: લુણાવાડાનજીક હાડોડ ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદિમાં ગણેશ વિસર્જન દરમ્યાન વિરપુર ગામના બે યુવાનો તણાયા હતા. જેમાં એકનો આબાદ બચાવ થયો હતો. જ્યારે એકનુ કરુણ મોત નીપજ્યુ હતુ.

મહીસાગર નદીમાં બે તણાયા

અન્ય સમાચારો પણ છે...