પાટીદારોની હવે જાહેરમાં શૌચક્રિયા
પાટીદારઅનામત આંદોલનના પગલે સાબરકાંઠાના ખેરોલમાં શૌચાલયોને તાળાં મારી સરકારના સ્વચ્છતા અભિયાનના ધજિયાં ઉડાવી વિચિત્ર પ્રકારનો વિરોધ દર્શાવાયો છે. વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ભાજપ સરકારે સ્વચ્છતા દિનની ઉજવણીની જાહેરાત કરી સમયમાં ખેરોલના પાટીદારોએ શૌચાલયોને તાળાં મારી જાહેરમાં ગંદકી કરવાનો વિરોધ કાર્યક્રમ આપ્યો હતો. તો વદરાડમાં મુખ્યમંત્રીના પૂતળા દહનનો કાર્યક્રમ નિષ્ફળ બનાવાયો હતો જ્યારે પ્રાંતિજમાં ધારાસભ્યના ઘર પાસે મહિલાઓએ થાળીઓ ખખડાવીને વિરોધ નોંધાવ્યો હતો.
વિચિત્ર વિરોધ