• Gujarati News
  • રાજકોટ |વિશ્વ વિખ્યાત તરણેતરના મેળો માણવા સૌરાષ્ટ્રભરમાંથી સહેલાણીઓ ઊમટતા હોવાથી

રાજકોટ |વિશ્વ વિખ્યાત તરણેતરના મેળો માણવા સૌરાષ્ટ્રભરમાંથી સહેલાણીઓ ઊમટતા હોવાથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |વિશ્વ વિખ્યાત તરણેતરના મેળો માણવા સૌરાષ્ટ્રભરમાંથી સહેલાણીઓ ઊમટતા હોવાથી યાત્રિકોના ધસારાને પહોંચી વળવા માટે રાજકોટ એસ.ટી. ડિવિઝન સાબદુ બન્યું છે. ચોટીલા તાલુકાના ત્રિનેશ્વર મહાદેવ મંદિર પાસે મેળો ત્રણ દિવસ માટે યોજાઇ છે.રાજકોટ એસ.ટી. ડિવિઝનના વિભાગીય નિયામક ડી.અેમ.જેઠવાના જણાવ્યાનુસાર રાજકોટ ડેપો દ્વારા તરણેતરના મેળા માટે 40 બસ ફાળવવામાં આવી છે.રાજકોટ બસ સ્ટેન્ડ પરથી જેમ ભરાતી જશે. તેમ બસ ઉપડતી જશે તે પ્રકારે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મેળો માણવા જતાં સહેલાણીઓ માટે 19 સપ્ટેમ્બર શનિવારની સવાર સુધી એકસ્ટ્રા બસો દોડતી રહેશે.

સુવિધા | તરણેતર મેળા માટે એસ.ટી.એ વધુ 40 બસો ફાળવી