• Gujarati News
  • ડો. કલામ રામેશ્વરમમાં સુપુર્દેખાક

ડો. કલામ રામેશ્વરમમાં સુપુર્દેખાક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મદુરાઇથીકલામસાહેબનું ગામ 166 કિમી દૂર છે. રસ્તામાંનું કોઇ ગામ, કોઇ નગર, કોઇ મોહલ્લો એવો નથી જે તેમના પોસ્ટરોથી ઢંકાયેલા હોય. હાઇવેના દુકાનવાળાઓએ પણ તેમના કેલેન્ડર ચોંટાડી રાખ્યા છે. રામેશ્વરમ જનારી ગાડી હોય કે ત્યાંથી આવનારી ગાડી, બધા પર કલામનો ફોટો. સમુદ્ર પર બનેલો દેશનો એકમાત્ર રેલવે ટ્રેક પામબન બ્રિજ પાર કરતા રાત્રિના 12 વાગી ગયા હતા પરંતુ લોકો સડકો પર ઉપસ્થિત હતા. દરેક ચાર રસ્તાએ કલામના ફોટા અને તેની સામે સળગતી મીણબત્તીઓ. ત્રણ દિવસથી રામેશ્વરમ ઊંઘ્યું નથી.

બુધવારે ડો.કલામનું શબ જ્યારે રામેશ્વરમ પહોંચ્યું તો સાથે અન્ય 16 લોકો પણ એરફોર્સના વિમાનમાં સવાર હતા. તેમાં તેમના માટે ભોજન બનાવનારથી માંડીને એડવાઇઝર્સ પણ સામેલ હતા. પોતાના સાહેબના દરેક નાનાં-મોટા સ્મરણો તેમના મગજમાં ફરી રહ્યા હતા અને આંખો રહી-રહીને ભીની કરી રહ્યા હતા. કલામને તેમના ઘરે લઇ જવામાં આવ્યા. ત્યાં કલામના મોટા ભાઇ મોહમ્મદ મારયેકયર રાહ જોઇ રહ્યા હતા. એવી રીતે જેમ તેઓ દરરોજ સાંજે પોતાના 17 વર્ષ નાના ભાઇના ફોનની રાહ જોયા કરતા હતા. આજે જ્યારે ભાઇનું શબ સામે આવ્યું તો તેઓ એકીટસે તેને નિહાળતા રહ્યા. ત્યાર પછી કાચની ઉપરથી પંપાળવા લાગ્યા. થોડીક વાર સ્તબ્ધ રહ્યા, પછી પાસે રાખેલા સફેદ ફૂલ ઉઠાવ્યા અને ધ્રૂજતા હાથે કાચ પર સીધી લાઇનમાં જમાવવા લાગ્યા. નીચે તેમના નાના ભાઇ ઊંઘી રહ્યા હતા.

શબને સુપુર્દે ખાક કરવામાં થોડાક કલાક બાકી હતા ત્યારે સામાન્ય જનતા માટે અંતિમ દર્શન અટકાવી દેવામાં આવ્યું પરંતુ લોકોનો આવવાનો સિલસિલો અટક્યો નહીં. ગુરુવારે સવારે ચાર વાગ્યા સુધી કલામના ઘરેથી ચાર કિમી દૂર સુધી લોકો ઊભા હતા. કલામે પોતાના ઘરને ‘જીવન ગેલરી’ નામ આપ્યું હતું. અહીંથી તેમણે ગુરુવારે પોતાના જીવનની અંતિમ યાત્રા શરૂ કરી. નાકાએ પરિવારની એક દુકાન છે.

...અનુસંધાન પાનાં નં.19

તેનું નામ ‘એપીજે કલામ સી શેલ્સ શોપ’ છે. ઘરમાં જનાજાની નમાજ અદા કરવામાં આવી રહી હતી. ત્યાં સુધી આવતી બધી શેરીઓમાં લોકો ભેગા થઇ ગયા હતા. મકાનની છત, બારીઓ, ચાર દિવારો , એટલે સુધી કે અડ્ધીભીડ અેકબીજાના પગ પર પગ મૂકીને ઊભી હતી. ઘરની સામે એક છપરાવાળો ઝુંપડો છે, તેનો સહારો લઇને ઊભી રહેલી કેટલીક મહિલાઓ પોતાના પાડોશીના અંતિમ દર્શનની રાહ જોઇ રહી હતી. સાડીઓથી આંખો લૂછતી અને ત્યાર પછી હાથ ઊંચો કરીને કંઇક દુઆ માગી. કેટલાક વૃદ્ધ જેઓ વધુ સમય સુધી ઊભા રહી શક્યા, તેઓ ત્યાં સડક પર બેસી ગયા. બધા પોતાના નાનકડા ગામના મોટા કલામ પર ગર્વ કરી રહ્યા હતા. દસ કિમીના રસ્તા પર ભીડથી ઓવરલોડ સડકોએ તેમને વિદાય આપી અને મેદાનમાં દેશના વડાપ્રધાનથી માંડીને મોટા-મોટા વીવીઆઇપીઓએ તેમનું સ્વાગત કર્યું.

રામેશ્વરમ જેવા નાના ગામમાં કલામ જેવી વિરાટ હસ્તીને વિદાય, શ્રદ્ધાંજલિ આપવા 4 કિમી લાંબી લાઈન

મહિનામાં જેટલા લોકો રામેશ્વરમાં આવે તેથી વધુ ત્રણ દિવસમાં કલામ માટે આવ્યા...વાંચો દેશ-વિદેશ પાને

150 અેમ.એમ.ની વિન્ટેજ ફિલ્ડ ગન છે. તેમાં કલામના પાર્થિવ શરીરને લઈ જવાયું. તેનો ઉપયોગ 1965 અને 1971ના યુદ્ધમાં થયો હતો. અત્યંત ખાસ પ્રસંગે તેનો ઉપયોગ કરાય છે.

કલામના ગામથી

ભાસ્કરલાઈવ

મસ્જિદમાં નમાજ અને બહાર ભારતમાતાનો જય જયકાર...