• Gujarati News
  • ‘સૂટ બૂટવાળા ચોર’ હવે દિવસે પણ આવવા લાગ્યા : રાહુલ

‘સૂટ-બૂટવાળા ચોર’ હવે દિવસે પણ આવવા લાગ્યા : રાહુલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જમીનસંપાદન બિલ અંગે કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ મંગળવારે નામ લીધા વિના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલે સોવિયેત યુનિયનમાં કામ કરીને પરત આવેલા એક અર્થશાસ્ત્રીનો હવાલો આપી જણાવ્યું કે હું વિચારતો હતો કે ચોર રાતમાં આવે છે. સંતાઇને આવે છે બારી કૂદીને આવે છે. પરંતુ મને હવે જણાયું છે કે

...અનુસંધાનપાના નં.4

સૌથીમોટા ચોર ધોળાદિવસે આવે છે. સૌની સામે આવે છે અને સૂટ-બૂટ પહેરીને આવે છે.

અગાઉ વિપક્ષની ધમાલ વચ્ચે લોકસભામાં બિલ રજૂ કરાયું હતું. રાહુલના નેતૃત્વમાં સંપૂર્ણ વિપક્ષે બિલનો વિરોધ કર્યો હતો. સરકારમાં સામેલ શિવસેના અને અકાલી દળે પણ વિરોધ પક્ષનો સાથ આપ્યો હતો. ચર્ચા દરમિયાન ગ્રામીણ વિકાસમંત્રી ચૌધરી બીરેન્દ્રસિંહે બિલને 30 સભ્યોની સંયુક્ત કમિટીને મોકલવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને મંજૂર કરી લેવાયો હતો. ચોમાસુ સત્રના પ્રથમ દિવસે કમિટી બિલ પર રિપોર્ટ સંસદમાં રજૂ કરશે. બિરેન્દ્ર સિંહે વિપક્ષના પ્રહારોના જવાબમાં જણાવ્યું હતું કે ‘બિલ ખેડૂતોની વિરુદ્ધનો નથી. દેશના વિકાસ માટે બંને પક્ષ ખેડૂતો અને ઉદ્યોગોને મજબૂત કરવા પડશે.

સેઝમાં40 ટકા જમીન ખાલી, પછી સંપાદન કેમω

રાહુલેકહ્યું સરકારને બિલ પાસ કરાવવાની જલદી છે. સરકાર પાસે સેઝમાં 40 ટકા જમીન પડેલી છે. પછી શા માટે ખેડૂતોની જમીન છીનવા માંગે છેω ક્યાં લઇ જવા માંગે છે જમીનω

શહેરોનીપાસે સરકારને શા માટે જમીન જોઇએω

રાહુલેપ્રશ્ન પણ કર્યો કે સરકાર બુંદેલખંડ, રાજસ્થઆનના રણમાં જમીન સંપાદન કરતી નથી. ગુડગાંવ, નોઇડા અને પૂણે પાસેની જમીન તેને જોઇએ. હિંદુસ્તાનના ખેડૂતો તમારા પગ નીચે સોનું છે. જે તમારા પાસેથી લોકો છીનવી લેવા માંગે છે. જમીન 5-10 વર્ષોમાં કરોડોની થઇ જશે. પરંતુ સરકાર તમારી જમીન ઉદ્યોગપતિઓને આપવા માંગે છે.

પ્રથમકુઠારાઘાત : સરકારેપ્રથમ કુહાડી ગળા પર મારી. અમે કહ્યું હતું કે જમીન લેશું તો પૂછીને. સરકારે કહ્યું પૂછ્યા વિના.

બીજીકુઠારાઘાત : ગળુંકાપ્યું અને લાશ નીચે પડી તો બીજી કુહાડી મારી. કહ્યું સોશિયલ ઈમ્પેક્ટ એસેસ્મેન્ટ થશે નહીં. અમે કહ્યું કોને કેટલું નુકસાન થયું. સરકારે કહ્યું બતાવવાની જરૂર નથી. કહ્યું

ત્રીજીકુઠારાઘાત : અમેકહ્યું હતું કે પાંચ વર્ષમાં પ્રોજેક્ટ નહીં લાગે તો જમીન ખેડૂતને પાછી આપીશું. સરકારે તે રદ કરી ત્રીજી કુહાડી મારી.

મોદી સરકારે બિલની હત્યા કરી નાખી

રાહુલેજણાવ્યુંકે જમીન બિલને લાવવા માટે અમને બે વર્ષ લાગ્યા. એનડીએ સરકારે થોડાક દિવસોમાં ત્રણ કુહાડી મારી તેની હત્યા કરી નાંખી.