તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શિયાળો શરૂ થતાં લોકોમાં યોગ અભ્યાસનો ક્રેઝ વધ્યો

શિયાળો શરૂ થતાં લોકોમાં યોગ અભ્યાસનો ક્રેઝ વધ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી શહેરમાં અનેક યોગા સેન્ટરો કાર્યરત

આજકાલસૌ કોઇ યોગ તરફ વળી રહ્યા છે ત્યારે અમરેલીમાં પણ અનેક યોગા સેન્ટર ચાલી રહ્યા છે. જેમાં ખૂબ મોટી સંખ્યામાં અમરેલીના લોકો જોડાઇ રહ્યા છે. ખાસ કરીને અમરેલીમાં પંથકમાં શિયાળાની સિઝન શરૂ થઇ ચુકી છે ત્યારે શિયાળાની ઠંડી ઋતુમાં લોકો યોગા કરવાનું વધુ પસંદ કરે છે.અમરેલી પંથકમાં ઠંડીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે અમરેલી શહેરમાં લોકો યોગા તરફ પ્રયાણ કરી રહ્યા છે. અમરેલી શહેરમાં અનેક યોગા સેન્ટરો ચાલે છે. અખાડામાં તો દર રવિવારે બાળકોને ફ્રીમાં યોગા કરાવવામાં આવે છે. લોકો શિયાળાની ઠંડી ઋતુમાં યોગા કરવાનું એટલા માટે પસંદ કરે છે કારણ કે ઠંડી ઋતુમાં યોગા કરવાથી અનેક ફાયદાઓ થાય છે.જેમકે શરીરના સાંધાના દુ:ખાવા મટી જવા, શરદી-કફ જતો રહેવો, કમરના દુ:ખાવા જતા રહેવા, મેદસ્વીતા ઘટાડવી, યાદશક્તી વધારવી વગેરે જેવા અનેક ફાયદાઓ થાય છે.

અન્ય સમાચારો પણ છે...