- Gujarati News
- નર્મદા બંધ દર વર્ષે જે સળંગ ઓવરફ્લો જોવા મળતો હતો જેના બદલે હવે 30 નવા ગાળામાંંથી 30 ધોધ જોવા મળશે, બ
નર્મદા બંધ દર વર્ષે જે સળંગ ઓવરફ્લો જોવા મળતો હતો જેના બદલે હવે 30 નવા ગાળામાંંથી 30 ધોધ જોવા મળશે, બંધ છલકાયાના સમાચાર મળતા પ્રવાસીઓમાં વધારો જોવા મળ્યો હતો.
સરદારસરોવર નર્મદા બંધના ઉપરવાસમાં છેલ્લા 10 દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે. જેમાં ઉપરવાસના કેચમેંટ વિસ્તારમા પાણીની આવકથી નર્મદા બંધના સરોવરમાં 70,677 કયુસેક પાણીની આવક થઈ રહી છે. જેને કારણે નર્મદા બંધની સપાટી ગુરુવારે સવારે 6.40 કલાકે 121.92 મીટરની મહત્તમ સપાટી વટાવી બંધ છલકાઇ રહ્યો છે. પ્રવાસીઓની આતુરતાનો આંત આવ્યો છે. નર્મદા ડેમમાં વર્ષે જે સળંગ ઓવરફ્લો જોવા મળતો હતો. જેના બદલે હવે 30 નવા ગાળામાંથી એટલે કે 30 ધોધ જોવા મળશે. બંધછલકાયાના સમાચાર મળતા પ્રવાસીઓમા વધારો જોવા મળ્યો હતો. ગુરુવારે સવારે 6.40 કલાકે સપાટી 121.92 પર પહોંચી છે. નર્મદા બંધ છલકાયો છે. નર્મદા બંધના સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી 70,677 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેની સામે જાવક 52,708 થાય છે.
હવે 30 ધોધ રચાશે
નર્મદા બંધને અત્યાર સુધીમાં 760 મિટર લંબાઇના સ્પિલ વેની જેમ નજારો જોવા મળતો હતો. જે હવે ગેટનું કામ આગળ વધતા 30 મીટરના 30 પિલર્સ બની જતા હવે ટોપ લેવલ પર 30 નવા ગાળા નિર્માણ થયા છે. જેથી જ્યારે સપાટી હજુ એક બે મિટર વધશે ત્યારે 30 અલગ અલગ ધોધ રચાશે. જે નજારો વર્ષે પ્રવસીઓને વધુ આકર્ષશે.નર્મદા બંધને છલકાતો જોવા પ્રાવાસીઓની આતુરતાનો અંત આવતા પ્રવાસીઓ નજારો જોવા ઉમટી રહ્યા છે. કેવડિયા ખાતે પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો.
નર્મદા ડેમ ઓવરફલો: 121.92 મીટર સુધી પહોંચી સપાટી