તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • હેલી સ્વિટલેન્ડ એડવર્ડ્સ

હેલી સ્વિટલેન્ડ એડવર્ડ્સ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલી સ્વિટલેન્ડ એડવર્ડ્સ

12જાન્યુઆરીએ જે સમયે અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા સખત સાઈબર સુરક્ષા કાયદો બનાવવા માટે ભાષણ આપી રહ્યાં હતા, બરાબર તે સમયે આઇએસઆઇએસ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા એક ગ્રૂપે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડની ટિ્વટર ફીડને હેક કરી લીધી. કેટલાક દિવસ પહેલા પોતાને જેસ્ટર તરીકે ઓળખાવતા વ્યક્તિએ અલકાયદાની સાઇટ હેક કરીને તેની ઉપર ફ્રાન્સના અખબાર ચાર્લી એબ્દોના કાર્ટૂન પોસ્ટ કરી દીધા હતા. સોનીની હેકિંગે પણ સાયબર વિશ્વની અસુરક્ષાનો અહેસાસ કરાવ્યો હતો. ઘટનાઓ બાદ અમેરિકામાં સખત સાઈબર કાયદો બનાવવાના પ્રસ્તાવ પર વિચાર ચાલી રહ્યો છે. સેન્ટર ફોર સ્ટ્રેટજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝની 2013માં એક સ્ટડી અનુસાર દર વર્ષે હેકર 18 હજાર અબજ રૂપિયાની સૂચનાઓ ચોરી લે છે. સાઇબર સિક્યુરિટી એક્સપર્ટ જ્હોન હંટ્સમેનનું કહેવુ છે હેકર કોઇ પણ ડર વગર કાર્યવાહી કરે છે. અમેરિકામાં કમ્પ્યૂટર છેતરપિંડી અને દુરુપયોગ કાયદો, 1986 હેઠળ બીજા નેટવર્કમાં દખલ કરવી દંડનીય ગુનો છે. તેમ છતાં, કશુ નથી થતું. ઉદાહરણ માટે જેસ્ટર પર ક્યારે કેસ ચલાવાયો નથી. તે હીરો બની ગયો. તેણે પોતાનું જૂનું લેપટોપ વોશિંગ્ટનમાં ઇન્ટરનેશનલ સ્પાઇ મ્યુઝિયમને આપી દીધું. તે દરમિયાન સોની હેકિંગ બાદ ઓબામા અને લગભગ એક ડઝન અમેરિકન સાંસદો નવા સાઈબર સિક્યુરિટી કાયદો બનાવવાની તરફેણમાં છે.

સાયબર ગુનાઓની વિરુદ્ધ નવા કાયદાઓ બનાવવાની પહેલ

હેકિંગ |