તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નવરાત્રીની ઉજવણી સાથે સમાજ ઉપયોગી કાર્ય

નવરાત્રીની ઉજવણી સાથે સમાજ ઉપયોગી કાર્ય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રક્તદાતાઓને થનગનાટ રાસોત્સવના સીઝન પાસ અપાયા

પોરબંદરમાં થેલેસેમીયા પીડિત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પ

પોરબંદરશહેરમાં થનગનાટ ગૃપ દ્વારા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે થેલેસેમીયાપીડીત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પમાં રક્તદાતાઓને થનગનાટ રાસોત્સવના સીઝન પાસ આપવામાં આવ્યા હતા. પોરબંદર શહેરમાં છેલ્લા 17 વર્ષથી થનગનાટ ગૃપ દ્વારા રાસોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી હોય ત્યારે સંસ્થા દ્વારા નવરાત્રીની ઉજવણીની સાથોસાથ સમાજઉપયોગી કાર્યો પણ કરવામાં આવે છે. જેથી રાસોત્સવ પૂર્વે આશા હોસ્પિટલ ખાતે થેલેસેમીયાના પીડીત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું અને થેલેસેમીયાપીડીત બાળકો માટે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરનારા રક્તદાતાઓને સીઝન પાસ આપવામાં આવ્યા હતા. કેમ્પમાં થનગનાટ ગૃપના પ્રમુખ ધીરૂભાઈ ઓડેદરા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...