તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સાન્દિપનીમાં નવરાત્રી મહોત્સવ નિમીતે 10 મેડીકલ કેમ્પ યોજાશે

સાન્દિપનીમાં નવરાત્રી મહોત્સવ નિમીતે 10 મેડીકલ કેમ્પ યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તમામ દર્દીઓની વિનામૂલ્યે તબીબી તપાસ સહિત દવા અપાશે

પોરબંદરશહેરમાં રમેશભાઈ ઓઝાના 35 મા નવરાત્રી અનુષ્ઠાન નિમીતે સાન્દીપનિમાં 10 જેટલા મેડીકલ કેમ્પ યોજાશે, જેનો લાભ હજારો દર્દીઓ લેશે. કેમ્પમાં નિ:શુલ્ક સારવાર સહિત દવા આપવામાં આવશે.

સાન્દીપનિ વિદ્યાનિકેતનમાં રમેશભાઈ ઓઝાનું વાર્ષિક પાંત્રીસમુ નવરાત્રી અનુષ્ઠાન શરૂ થઈ રહ્યું છે ત્યારે સાન્દીપનિ વિદ્યાનિકેતનમાં આગામી તા. 7 ઓક્ટોબરની 9 ઓક્ટોબર સુધી દિવ્યાંગ ભાઈ-બહેનો માટે સાધનસહાય આપવાનું આયોજન કરાયું છે. તા. 1 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી દંતયજ્ઞ, હોમીયોપેથી, નેત્રયજ્ઞ, લાયન્સ હોસ્પિટલમાં યોજાનાર કેમ્પ, મોઢાની જન્મજાત ખોડનો કેમ્પ, ફેફ્સાને લગતા રોગનો કેમ્પ, ચામડીનો કેમ્પ, ગોઠણના સાંધાના દર્દો સહિતના વિવિધ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.

આમ 10 દિવસ સુધી યોજાનાર 10 જેટલા મેડીકલ કેમ્પમાં હજારો દર્દીઓને વિનામૂલ્યે સારવાર તથા દવાઓ આપવામાં આવશે. કેમ્પની વિશેષતા છે કે, દર્દીઓને 3 મહિના સુધી વિનામૂલ્યે તપાસ કરી આપવામાં આવશે. યુ.એસ.એ. ના સંજય પટેલના પરિવાર દ્વારા સેવા સહયોગ અપાશે એવું ડો. ભરત ગઢવી તથા ડો. સુરેશ ગાંધીએ જણાવ્યું હતું. કેમ્પમાં પોરબંદર સહિત ગ્રામ્ય વિસ્તારનાં લોકો લાભ લઇ શકે એવું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...