તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બચાવ કામગીરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છાયાનજીક આવેલી ખારાવાવ સીમની કેનાલમાં છેલ્લા 3 દિવસ દરમિયાન ગાય કેનાલમાં પડી ગઈ હતી. બાબતે કોંગ્રેસના કાર્યકરોને જાણ થતાં દોડી આવી ગાયનું રેસક્યુ કરી ગૌશાળાને સોંપવામાં આવી હતી. પોરબંદરના છાયા નજીક વાડી વિસ્તારમાં આવેલ કેનાલમાં છેલ્લા ત્રણ દિવસથી એક ગાય પડી હોવાથી વાડી વિસ્તારના લોકોએ બાબતે કોંગ્રેસના કાર્યકરોને જાણ કરી હતી. કેનાલમાં ગાય પડી જવાની જાણ કોંગ્રેસના રામભાઈ મેપાભાઈ ઓડેદરા, લખુભાઈ, કેશુભાઈ વાઢેર, અરભમભાઈ પરમાર સહિતના કાર્યકરો તાત્કાલીક દોડી આવ્યા હતા અને કેનાલમાં પડેલ ગાયને બહાર કાઢવા માટે કામગીરી હાથ ધરી હતી. જ્યારે જે.સી.બી. બોલાવી ગાયનું રેસક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. આમ, કોંગ્રેસના કાર્યકરો અને લોકો દ્વારા બે કલાકની જહેમત બાદ ગાયને બહાર કાઢવામાં આવી હતી. કોલીખડા ખાતે આવેલી સોમનાથ ગૌશાળાના સંચાલકોને જાણ કરવામાં આવી હતી અને ગાયને સારવાર માટે ગૌશાળાને સોપવામાં આવી હતી. ગૌશાળામાં ઈજાગ્રસ્ત ગાયની સારવાર પણ કરવામાં આવી હતી.

બે કલાકની જહેમત બાદ ગાયને બહાર કઢાઇ

3 દિવસ પહેલા ગાય કેનાલમાં ખાબકી તસ્વીર-કે.કે.સામાણી

કેનાલમાં પડેલી ગાયને બચાવવા રેસ્ક્યુ

અન્ય સમાચારો પણ છે...