તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નુકસાનીનો સર્વે કરી યોગ્ય વળતર આપવા આજે આવેદન અપાશે

નુકસાનીનો સર્વે કરી યોગ્ય વળતર આપવા આજે આવેદન અપાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડબ્રહ્માઅને વડાલી તાલુકાના શનિવારે માંડી સાંજે એકાએક વિનાશક વાવાઝોડુ આવતા કપાસ, મગફળી, દિવેલા, કઠોડ અને શાકભાજી જેવા ચોમાસુ પાકો જમીનદોસ્ત થઇ જતા ખેડૂતો પાયમાલ બની ગયા છે.

જયારે એકાએક આવેલા વાવાઝોડાથી ઠેર ઠેર ઝાડ, વીજપોલ ધરાશયી થતા વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. માલપુર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવનના સુસવાટા સાથે વાવાઝોડું ત્રાટકતાં દરવાજા નજીક એક કેબીન પર લીમડાનું ઝાડ પડતાં વેપારીને ઇજાઓ થઇ હતી.

ખેડબ્રહ્મા| ખેડબ્રહ્માતાલુકા કિસાન સંઘના મંત્રી દિનેશભાઇ પટેલ તથા કલોલકંપાના હસમુખભાઇ પટેલના જણાવ્યા અનુસાર તાલુકાના દામાવાસ, દામાવાસ કંપા, તાંદલીયા કંપા, કલોલ, કલોલકંપા, નાકા, દિધિયા, વાલરણ સહિતના ગામોમાં વાવાઝોડા સાથે તોફાની વરસાદથી ભારે નુકશાન થયું છે.

વડાલી| ડાલીતાલુકાના કિસાન સંઘના પ્રમુખ ઇશ્વરભાઇ પટેલના જણાવ્યા અનુસાર તાલુકાના પૂર્વ વિસ્તારના તમામ ગામોમાં વાવાઝોડાથી વ્યાપક નુકશાન પાકોનું તેમજ મિલ્કતનું થયુ છે.

એકાએક આવેલા વાવાઝોડાથી ઠેર ઠેર ઝાડ ધરાશયી થયા. તસ્વીર-નિતુલ પટેલ

અન્ય સમાચારો પણ છે...