તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સપનાં જોતાં શીખવનારા ફાધર ગિલ્સન

સપનાં જોતાં શીખવનારા ફાધર ગિલ્સન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલીમ| ભણાવવાનાહુનર અને વિશેષ સારસંભાળ દ્વારા નિષ્ફળ બાળકોને પણ ટોપર બનાવી શકાય

મને આજે પણ યાદ છે કે જ્યારે દસમા ધોરણના ‘હ્યુમેનિટીઝ’ સેક્શનના નવા ક્લાસમાં જોડાયો, તો કેટલો ગભરાયેલો હતો. નવમું ધોરણ પાસ કર્યા પછી મને ‘સાયન્સ’ માટે અયોગ્ય જાહેર કરી દેવાયો હતો. પહેલાં આઠમા ધોરણમાં નાપાસ થયો હતો અને દિવસોમાં બધા મને સ્કૂલના ‘ખરાબ છોકરાઓ’માં ગણતા હતા. એવો છોકરો જે હંમેશાં કોઈ ને કોઈની સાથે ઝઘડતો રહેતો અને અભ્યાસમાં જેને બિલકુલ રસ નહોતો. તેવામાં નવા વિષય સાથે નવું ધોરણ!

મારા નવા ક્લાસમાં બધું ભારે વિચિત્ર હતું : વર્ગખંડ, ત્યાંનાં બાળકો અને ત્યાં સુધી કે ભણાવવામાં આવતા વિષયો પણ મારા માટે તો અજાણ્યા હતા. ત્યાં ફિઝિકસ, કેમિસ્ટ્રી અથવા મેથ્સનો અભ્યાસ નહોતો કરાવવામાં આવતો. માત્ર હિસ્ટ્રી, જિઓગ્રાફી અને લિટરેચર જેવા મૂર્ખતાભર્યા વિષય (ત્યારે મને એવું લાગતું હતું) ભણાવવામાં આવતા હતા. જોકે, બધાથી વિચિત્ર તો અમારા શિક્ષક હતા, ફાધર પી.વાય. ગિલ્સન. ત્યાં સુધી તેમને મેં માત્ર શેરીઓમાંથી પસાર થતા જોયા હતા. હું જ્યારે પણ તેમને જોતો, ત્યારે એવું વિચારીને આશ્ચર્યમાં પડી જતો કે આટલો શાંત, સૌમ્ય બેલ્જિયન મિશનરી, જેમનો ચોક્કસ પ્રકારનો ફ્રાન્સિસી લહેકો છે, પાદરીઓના લાંબા સફેદ ગાઉનમાં ભારતની ભીષણ ગરમીમાં બચી કેવી રીતે શક્યો! પહેલા દિવસે ફાધર ગિલ્સને મને આગળ આવીને પહેલી બેન્ચ પર બેસવા કહ્યું. હવે તો હદ થઈ ગઈ, કારણ કે સૌથી આગળની પાટલી તો ‘સારાં બાળકો’ માટે હોતી. મને એવા પ્રકારનો વિદ્યાર્થી તો કોઈ કાળે માનવામાં નહોતો આવતો. મને આગળ બોલાવીને તેમણે સીધું પોતાની વિશિષ્ટ શૈલીમાં ભણાવવાનું શરૂ કરી દીધું. તેમને જરા પણ ખ્યાલ નહોતો કે મને તેમાંથી કદાચ કંઈ સમજાતું હોય. મેં હ્યુમેનિટીઝના વિષયોના બેઝિક્સનો નવમા ધોરણમાં અભ્યાસ નહોતો કર્યો. મને તો ઇચિહાસ પણ પસંદ નહોતો. મારા મતે તો કંટાળાજનક વિષય હતો. પણ, અજીબ વાત હતી કે ફાધર ગિલ્સન વિષયને એવી રીતે નહોતા ભણાવતા. જાણે કોઈ રાજાઓના કામકાજ અને યુદ્ધોની તારીખોની લાંબી, નિરસ અને શુષ્ક યાદી હોય. હું અનિચ્છાએ પણ, જે ભણાવતા હતા, તેના પ્રત્યે આકર્ષાયો, કારણ કે તેઓ એટલી રોમાંચક વાર્તાઓનું વર્ણન કહેતા ચિત્રણ કરી રહ્યા હતા.

એમનું વર્ણન એટલું જીવંત રહેતું કે હું તો મંત્રમુગ્ધ બનીને તેમને સાંભળવા લાગ્યો અને ખબર નહીં ક્યારે હળવેકથી કોઈ જાદુઈ ચાદર પર બેસીને કલ્પનાવિશ્વમાં પહોંચી ગયો. જ્યારે ક્લાસ પૂરો થયો, ત્યારે મને મારી જાત પર વિશ્વાસ નહોતો બેસતો કે મને ખરેખર ઇતિહાસ ભણવામાં મજા આવી. પછી મેં જોયું કે ફાધર જ્યારે ઇંગ્લિશ લિટરેચર ભણાવતા, તો મને એમાં પણ ખૂબ મજા આવતી. લિટરેચરથી તો મને પહેલાં ખૂબ નફરત હતી. હવે તો આશ્ચર્યલોકના વધારે દરવાજા ખૂલવા લાગ્યા. જાદુગરની ટોપીમાંથી અનેક વાર્તાઓ બહાર આવી અને સ્થિતિ એવી ઊભી થઈ કે હું તેમના આવવાની આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યો. ફાધર ગિલ્સને મારું સૌથી મોટું રૂપાંતરણ કર્યું કે તેમણે માત્ર વિષયો પ્રત્યે મારા મનમાં ઉત્સુકતા, રસ જન્માવી દીધો, ઉપરાંત અભ્યાસ પ્રત્યે પણ મને જિજ્ઞાસુ બનાવી દીધો. વર્ગશિક્ષક તરીકે તેઓ અભ્યાસ અંગેની મારી તમામ બાબતોના નિરીક્ષક હતા. ક્લાસ દરમિયાન અને ત્યાર પછી પણ તેઓ સામાન્ય રીતે મને વધારાનું લેશન આપવા માટે તેમને મળવા માટે બોલાવતા જેથી વર્ષ દરમિયાન જે રહી ગયું હોય, તેનો અભ્યાસ કરી શકું. તેઓ જે મારું વિશેષ ધ્યાન રાખતા હતા, તેનાથી લોકોની નજરમાં મારા પ્રત્યે સારી અસર ઊભી થઈ.

પણ, મારાં સપનાંની દુનિયા પહેલી ક્લાસ ટેસ્ટમાં વિખેરાઈ ગઈ, કારણ કે મને પાક્કી ખાતરી હતી કે હું તો ક્લાસમાં છેલ્લી પાટલીએ ઊભો રહેવા માટે શાપિત છું. પહેલી ટેસ્ટ ‘ઇંગ્લિશ એસે’ની હતી અને મને તો હંમેશાં શબ્દોનો દુષ્કાળ સતાવતો હતો, પણ જ્યારે ટેસ્ટનું પરિણામ જાહેર થયું, તો હું સ્તબ્ધ રહી ગયો. કોઈ હળવો ધક્કો મારતું, ત્યાં તો હું નીચે પડી જાઉં એવી દશા હતી. હું ક્લાસમાં ચોથા ક્રમે આવ્યો હતો! મારાં પેરેન્ટ્સના આનંદનો તો પાર રહ્યો. મારા મિત્રોએ મને ચૂંટી ખણી, પણ કોઈને વાતનો ખ્યાલ નહોતો કે સફળતાથી મારો આત્મવિશ્વાસ કેટલો વધી ગયો હતો. બીજું ‘આશ્ચર્ય’ ત્યારે થયું, જ્યારે હું એરિથમેટિક્સમાં પ્રથમ આવ્યો, જે એટલું અઘરું નહોતું, કારણ કે હું વિજ્ઞાનનો અભ્યાસ કરીને આવ્યો હતો. મેં સપનાં જોવાનું શીખી લીધું હતું. પછી ઇતિહાસ, ભૂગોળ અને અન્ય વિષયોનાં પરિણામ આવ્યાં, પણ હવે પ્રથમ આવવાના નવા રોમાંચને હું રોકી નહોતો શકતો. એક નાની સફળતા પછી બીજી સફળતા. નિ:શંક તેની પાછળ કઠોર પરિશ્રમ અને સંતો જેવા શિક્ષકોનું સતત માર્ગદર્શન રહેતું. થોડા મહિના પછી અમને ખ્યાલ આવ્યો કે ફાધર ગિલ્સન હવે બીજી કોઈ સ્કૂલમાં ભણાવવા જવાના છે અને એબ-બે દિવસ પછી તે કંઈ બોલ્યા વિના ચાલ્યા પણ ગયા. હું ખૂબ રોયો, કારણ કે બીજું કોઈ મને રીતે બદલી શક્યું હોત. હું આજે જે કંઈ પણ છું, જ્યાં પણ છું, તેમનો ચમત્કાર છે. તેમનો આભાર કયા શબ્દોમાં વ્યક્ત કરી શકાય, મને નથી ખબર.

એક દસકા પછી હું પશ્ચિમ બંગાળના બર્દવાન જિલ્લાના આસનસોલ અને દુર્ગાપુરનો અધિક જિલ્લા કલેક્ટર મુકાયો હતો. ત્યાં મને એક મિત્ર પાસેથી સાંભળીને ખૂબ આનંદ થયો કે ફાધર ગિલ્સન દુર્ગાપુરમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના આચાર્ય છે. હું સીધો તેમને મળવા ગયો. મેં જેવો તેમના રૂમમાં પ્રવેશ કર્યો કે તરત એક જાણીતી ખુશબોએ મારું સ્વાગત કર્યું. તેમણે ખૂબ ઉમળકાભેર મારી સાથે હાથ મિલાવ્યો. તેમણે મને કહ્યું કે ‘મને તારા પર ગર્વ છે.’ તેઓ તદ્દન એવા હતા. હા, થોડા વૃદ્ધ જરૂર લાગતા હતા. હું હવે મેજિસ્ટ્રેટ હતો, જે પૂરી દૃઢતાથી ટોળાની સામે ઊભો રહી શકતો હતો, પણ એમની સામે હું સદંતર બદલાઈ ગયો. આત્મવિશ્વાસની મૂર્તિમાંથી હવે હું થથરતો, ગભરાયેલો વિદ્યાર્થી બની ગયો. જેની પાસે બોલવા માટે શબ્દ નહોતા.

હું મારી કૃતજ્ઞતા વ્યકત કરું પહેલાં ઘંટ વાગ્યો અને તેઓ કૂદીને પોતાની ખુરશીમાંથી ઊભા થયા અને બોલ્યા, ‘ઓહ માય ગોડ, હજી તો એક ક્લાસમાં જવાનું છે. ત્યાં નાનાં બાળકો મારી રાહ જોતાં હશે. તારા જેવાં નટખટ. મારે જવું જોઈએ. ગોડ બ્લેસ યૂ. હજી પ્રગતિ કર, પણ હવે હું જઈશ.’ એમની પાસે આભારના શબ્દો સાંભળવાનો સમય નહોતો. મારી એમની સાથેની છેલ્લી મુલાકાત હતી.

જાવ્હાર સરકાર પ્રસારભારતીના સીઈઓ

facebook.com/sircar.j.

sircar.j@gmail.com

અન્ય સમાચારો પણ છે...