તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 500મી ટેસ્ટ|ભારત બીજો દાવ 5 377 ડિકલેર, રોહિત શર્મા 68*, જાડેજા 50*, 434ના લક્ષ્યાંક સામે કિવિ 4 93

500મી ટેસ્ટ|ભારત બીજો દાવ 5/377 ડિકલેર, રોહિત શર્મા 68*, જાડેજા 50*, 434ના લક્ષ્યાંક સામે કિવિ 4/93

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આર. અશ્વિન

16-1-68-3

આર. અશ્વિનનો ઇતિહાસ, વિશ્વમાં બીજા ક્રમની ફાસ્ટેસ્ટ 200 વિકેટ

અશ્વિનનો રેકોર્ડ, ભારત વિજય ભણી

ભારત જો વિજય હાંસલ કરશે તો ન્યૂઝીલેન્ડ સામેની 55 ટેસ્ટમાં 19મો વિજય મેળવશે, વિજય માટે કિવિને 341 રનની જરૂર

રાહુલકો. ટેલર બો. સોઢી 38 50 8 0

વિજય એલબી. બો. સાન્તેનર 76 170 8 1

પૂજારા કો. ટેલર બો. સોઢી 78 152 10 0

કોહલી કો. સોઢી બો. ક્રેગ 18 40 3 0

રહાણે કો. ટેલર બો. સાન્તેનર 40 81 4 0

રોહિત અણનમ 68 93 8 0

જાડેજા અણનમ 50 58 2 3

એક્સ્ટ્રા : 09. કુલ (107.2 ઓવરમાં, પાંચ વિકેટે) 377 ડિકલેર. વિકેટ : 1-52, 2-185, 3-214, 4-228, 5-277.

બોલિંગ : બાઉલ્ટ : 9-0-34-0, સાન્તેનર : 32.2-11-79-2, ક્રેગ : 23-3-80-1, વેંગનર : 16-5-52-0, સોઢી : 20-2-99-2, ગુપ્ટિલ : 4-0-17-0, વિલિયમ્સન : 3-0-7-0.

ન્યૂઝીલેન્ડબીજો દાવ રન બોલ 4 6

લાથામએલબી. અશ્વિન 2 15 0 0

ગુપ્ટિલ કો. વિજય બો. અશ્વિન 0 5 0 0

વિલિયમ્સન એલબી. બો. અશ્વિન 25 59 3 0

ટેલર રનઆઉટ 17 36 2 0

રોન્ચી રમતમાં 38 58 4 1

સાન્તેનર રમતમાં 8 50 0 0

એક્સ્ટ્રા : 03. કુલ (37 ઓવરમાં, ચાર વિકેટે) 93. વિકેટ : 1-2,2-3, 3-43, 4-56. બોલિંગ : મોહંમદ શમી : 4-2-6-0, આર. અશ્વિન : 16-1-68-3, રવિન્દ્ર જાડેજા : 14-10-8-0, ઉમેશ યાદવ : 3-0-9-0.

રોહિત ફોર્મમાં પરત, રવીન્દ્ર જાડેજા બેટથી ઝળક્યો

મધ્યમહરોળના બેટ્સમેન અજિંક્ય રહાણેએ રોહિત શર્મા સાથે ઇનિંગ્સને આગળ વધારી હતી. રહાણે સારું રમી રહ્યો હતો પરંતુ સાન્તેનરેના એક બોલને નીચો રાખવામાં તે નિષ્ફળ રહેતાં સ્લિપમાં ટેલરે તેનો કેચ ઝડપ્યો હતો. રહાણેએ 40 રનનું યોગદાન આપ્યું હતું. રોહિતે ત્યારબાદ ટેસ્ટ મેચમાં તેની પાંચમી અડધી સદી પૂરી કરી હતી. તેણે 75 બોલમાં સાત બાઉન્ડ્રી વડે 50 રન પૂરા કર્યા હતા. 277ના સ્કોરે પાંચમી વિકેટ પડ્યા બાદ પ્રથમ દાવનો હીરો જાડેજા બેટિંગમાં આવ્યો હતો. તેણે 58 બોલમાં બે બાઉન્ડ્રી, 3 સિક્સર વડે 50 રન બનાવ્યા હતા. રોહિત 93 બોલમાં 8 બાઉન્ડ્રી વડે 68 રને અણનમ રહ્યો હતો. જાડેજાની અડધી સદી પૂરી થતાં કોહલીએ ઈનિગ્સને ડિકલેર કરી હતી. જાડેજા અને રોહિતે છઠ્ઠી વિકેટ માટે 100 રનની ભાગીદારી નોંધાવી હતી. કિવિ તરફથી સાન્તેનર તથા સોઢીએ બે-બે વિકેટ ખેરવી હતી.

500મી ટેસ્ટ જીતનારી ત્રીજી ટીમ બનવાની તક

સૌથી ઓછા સ્ટ્રાઇકરેટ સાથે 200 વિકેટ

ભારતનાઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને સૌથી ઓછા સ્ટ્રાઇક રેટ સાથે 200 વિકેટ ખેરવવાનો એક અનોખો રેકોર્ડ સર્જ્યો છે. તેણે 51.4ના સ્ટ્રાઇકરેટથી કિર્તિમાન હાંસલ કર્યો છે. તે 200 કે તેથી વધુ વિકેટ લેનારા 19 બોલર્સમાં ટોચના ક્રમે છે. ઉપરાંત ભારતીય ધરતી પર 100 કે તેથી વધુ વિકેટ લેનારા બોલર્સમાં પણ અશ્વિનની 21.03ની એવરેજ સૌથી શ્રેષ્ઠ છે.

ઝડપી 50,100,150, 200 વિકેટ લેનારો પ્રથમ ભારતીય બન્યો

ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ મેચમાં ભારત તરફથી સૌથી ઝડપી 50, 100, 150 વિકેટ બાદ 200 વિકેટ લેવાના રેકોર્ડને પણ જાળવી રાખ્યો હતો. અગાઉ તેણે ભારત માટે 50 વિકેટ નવમી ટેસ્ટમાં, 100મી વિકેટ 18મી મેચમાં તથા 150મી વિકેટ 29મી ટેસ્ટ મેચમાં ઝડપી હતો.

સૌથી ઝડપી 200 વિકેટ ઝડપનાર એશિયન બોલર્સની યાદીમાં પ્રથમ

અશ્વિને ન્યૂઝીલેન્ડની બીજી ઇનિંગ્સમાં સુકાની કેન વિલિયમ્સનને એલબીડબ્લ્યુ આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ ખેરવી હતી. તે એશિયન બોલર્સની યાદીમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર વકાર યુનુસને પાછળ પાડીને પ્રથમ ક્રમે પહોંચી ગયો છે. વકારે 38 ટેસ્ટમાં 200 વિકેટની ઉપલબ્ધિ હાંસલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...