• Gujarati News
  • National
  • અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે યુદ્ધની સંભાવના વધી રહી છે

અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે યુદ્ધની સંભાવના વધી રહી છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એચઆર મેકમાસ્ટરે કહ્યું હતું કે,‘ઉત્તર કોરિયાનો નિવેડો લાવવાનો કોઇ અસૈન્ય વિકલ્પ નથી. કિમ જોંગ ઉન યુદ્ધની ખુબજ નજીક પહોંચી ગયા છે અને હવે વધારે સમય બચ્યો નથી.’ મેકમાસ્ટરના અનુસાર ઉત્તર કોરિયાના સરમુખત્યારે દરેક મિસાઇલ પરીક્ષણ સાથે ક્ષમતાઓમાં સુધારો કર્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ કોરિયન ક્ષેત્રને પરમાણુ હથિયારોથી મુક્ત કરવા માટે પ્રતિબદ્ધ છે.ઉલ્લેખનીય છે કે પ્યોંગયોગના મિસાઈલ પરીક્ષણોથી વિશ્વ સમુદાય નારાજ છે.

અમેરિકા-દ.કોરિયાના યુદ્ધ અભ્યાસ અંગે ઉત્તર કોરિયાની સત્તાધારી વર્કર્સ પાર્ટીના અખબાર રોડોંગે તંત્રીલેખમાં લખ્યું હતું કે,‘આ ઉત્તર કોરિયાની ઉશ્કેરણી છે, જેના પરિણામસ્વરૂપ કોઇપણ ઘડીએ પરમાણુ યુદ્ધ છેડાઇ શકે છે.’

યુદ્ધ માટે ઉશ્કેરી રહ્યા છે: ઉ.કોરિયા

યુદ્ધ અભ્યાસમાં 230 એરક્રાફ્ટ સામેલ થશે

FBI-ન્યાયવિભાગ પર બેવડા વલણનો ટ્રમ્પનો આરોપ

કોરિયન ક્ષેત્રમાં દક્ષિણ કોરિયા સાથે સોમવારથી શરૂ થઇ રહેલા પાંચ દિવસના યુદ્ધ અભ્યાસમાં અમેરિકા એફ-22 રેપ્ટર સ્ટીલ્થ જેટ ફાઇટર સહિત 230 એરક્રાફ્ટ સામેલ થશે. તે પહેલા અમેરિકા ઓક્ટોબરમાં જાપાન, દક્ષિણ કોરિયા સાથે અને નવેમ્બરમાં દક્ષિણ સાથે યુદ્ધ અભ્યાસ કરી ચૂક્યા છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તપાસ એજન્સી એફબીઆઇ અને ન્યાય વિભાગ પર બેવડું વલણ અપનાવવાનો આરોપ મુક્યો છે. ટ્વિટમાં ટ્રમ્પે લખ્યું કે એફબીઆઇથી અનેકવાર જૂઠ્ઠુ બોલનારા હિલેરી સાથે કંઇ ના કરાયું જોકે જનરલ ફ્લિને એજન્સીને જુઠ્ઠું બોલ્યું તો તેમનું જીવન બરબાદ કરી નંખાયું. ટ્રમ્પે બીજી ટ્વિટમાં કહ્યું કે અમારા દેશમાં ઘણાં લોકો સવાલ કરે છે કે કપટી હિલેરીએ અમેરિકી કોંગ્રેસ દ્વારા બોલાવ્યા બાદ 33,000 ઇમેલ ડીલિટ કરી દીધા કોઈ ન્યાય ના થયો.

અન્ય સમાચારો પણ છે...