વિન્ડીઝનો વળતો પ્રહાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રેગબ્રાથવેઇટ (અણનમ 79) અને શિમરોન હેટમોર (66)ની અડધી સદીની મદદથી વેસ્ટ ઇન્ડીઝે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે વળતો પ્રહાર કર્યો હતો. ત્રીજા દિવસના અંતે વેસ્ટ ઇન્ડીઝે 2 વિકેટ ગુમાવી 214 રન બનાવી લીધા છે. વેસ્ટ ઇન્ડીઝ હજુ 172 રન પાછળ છે અને તેની 8 વિકેટો બાકી છે. દિવસના અંતે બ્રાથવેઇટ 79 અને શાઈ હોપ 21 રને રમતમાં છે. પહેલા બ્લુન્ડેલની સદી (107*)ની મદદથી ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવ 9 વિકેટે 520 રન બનાવી ડિકલેર કર્યો હતો. બ્લુન્ડેલે 180 બોલમાં 13 બાઉન્ડ્રી અને 1 સિક્સર ફટકારી હતી. બીજા દાવમાં બ્રાથવેઇટ અને કિરોન પોવેલે (40) શાનદાર શરૂઆત કરી હતી અને પ્રથમ વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી હતી. બ્રાથવેઇટે હેટમોર સાથે બીજી વિકેટ માટે 94 રન જોડ્યા હતા. ભાગીદારીને પણ હેનરીએ તોડી હતી. બ્રાથવેઇટ સાત બાઉન્ડ્રી અને 1 સિક્સર સાથે 79 રન બનાવી દિવસના અંત સુધી આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી બંને વિકેટ હેનરીએ ઝડપી હતી.

અન્ય સમાચારો પણ છે...