એજન્સી | નવી દિલ્હી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી | નવી દિલ્હી

ભારતઅને શ્રીલંકા વચ્ચે ફિરોઝ શાહ કોટલા મેદાન પર ત્રીજી ટેસ્ટનો બીજો દિવસ બે મહત્વપૂર્ણ ઘટનાઓ માટે યાદ કરવામાં આવશે. પ્રથમ કે ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલીએ રેકોર્ડતોડ બેવડી સદી ફટકારી 243 રનની ઇનિંગ્સ રમી હતી. બીજુ કારણ શ્રીલંકાના ખેલાડીઓએ ડ્રામાબાજી કરી દિલ્હીના પ્રદુષણના કારણે શ્વાસ લેવામાં તકલીફનો મુદ્દો ઉઠાવી વારે ઘડીએ રમતને અટકાવી હતી. શ્રીલંકાના ખેલાડીઓના આવા વલણથી તંગ આવીને વિરાટે પ્રથમ ઇનિંગ્સ 536/7ના સ્કોરે ડિકલેર કરી દીધી હતી. જવાબમાં દિવસના અંતે શ્રીલંકાએ 3 વિકેટે 131 રન બનાવી લીધા છે.

પ્રથમ અને અંતિમ સત્રમાં પ્રદુષણની કોઈ ફરિયાદ થઈ હતી. જોકે બીજા સત્રમાં સાત શ્રીલંકાના ખેલાડીઓ માસ્ક પહેરીને મેદાનમાં ઉતર્યા અને ત્રણ-ચાર વખત પ્રદુષણને લઈને પોતાની પરેશાની બતાવીને મેચ રોકાવી હતી. ચક્કરમાં વિરાટની એકાગ્રતા ભંગ થઈ હતી અને તે 243 રન બનાવી એલબી આઉટ થયો હતો. તે જે રીતે રમી રહ્યો હતો તે જોતા તે ત્રેવડી સદી પણ ફટકારી શકતો હતો. શ્રીલંકાના આવા વ્યવહારના કારણે વિરાટ ગુસ્સે ભરાયો હતો અને બેટ ફેંકતો પણ જોવા મળ્યો હતો. જે શ્રીલંકાના ખેલાડીઓ ફિલ્ડિંગ કરતા સમયે હાંફતા નજરે પડતા હતા, તેમને બેટિંગ દરમિયાન કોઈ પરેશાની નડી હતી. વિરાટની ત્રેવડી સદી જોવા હાજર રહેલા દર્શકોએ તેના આઉટ થયા પછી શ્રીલંકાના ખેલોડીઓનો હૂરીયો બોલાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...