• Gujarati News
  • National
  • આલાપ ગ્રીનસિટી નજીકથી મૃત નવજાત શિશુ મળ્યું

આલાપ ગ્રીનસિટી નજીકથી મૃત નવજાત શિશુ મળ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આડાસંબંધનું પાપ છુપાવવા મહિલાઓ દ્વારા નવજાત શિશુને ત્યજી દેવાના બનાવો છાશવારે પ્રકાશમાં આવે છે. ત્યારે વધુ એક બનાવ રવિવારે બપોરે પ્રકાશમાં આવ્યો છે. આલાપ ગ્રીનસિટી પાછળ દ્વારકેશ પાર્ક-1 નજીક એક ત્યજી દેવાયેલું નવજાત શિશુ પડ્યું હોવાની પોલીસને જાણ થતાં યુનિવર્સિટી રોડ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. તપાસ કરતાં એક દિવસનું નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું હતું. જેથી પોલીસે નવજાત શિશુને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અજાણી મહિલા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...