• Gujarati News
  • National
  • બેનરવાળી જગ્યા પોતાની હોવાનો ભાજપ અને કોંગ્રેસ બન્નેનો દાવો

બેનરવાળી જગ્યા પોતાની હોવાનો ભાજપ અને કોંગ્રેસ બન્નેનો દાવો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજકોટનારૈયારોડ પર કનૈયા ચોકમાં શનિવારે રાત્રે 69-રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુના ભાઇ દિવ્યનીલ રાજ્યગુરુ પર બેનરના મુદ્ે ટોળાંએ હુમલો કરતા હંગામો મચી ગયો હતો અને હુમલાની ઘટનાના વિરોધમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન પર ઘેરો ઘાલવા જઇ રહેલા કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયા બાદ ઇન્દ્રનીલ, મિતુલ દોંગા સહિતના આગેવાનોની અટકાયત કરી હતી અને ત્યારબાદ રવિવારે બપોરે ભાજપ અને કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ અને ધનસુખ ભંડેરીએ જે સ્થળે બેનર લગાડવાના મુદ્દે માથાકૂટ થઇ હતી તે પોતાની હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને તેની રસીદ અને નો-ઓબ્જેકશન પોતાની પાસે હોવાનું પણ બન્ને નેતાઓએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. આમ, ભાજપ અને કોંગ્રેસ બન્નેએ સામસામા દાવા કર્યા હતા.

ઈન્દ્રનીલ હલ્લો કરતા હોય તેમ સીએમને ત્યાં ધસી ગયા

ભાજપનાકાર્યકરોએ બેનર લગાડ્યું તે કોંગ્રેસના કાર્યકરોએ ફાડી નાખતા માથાકૂટ થઇ હતી. ઘટના બાદ ઇન્દ્રનીલ રાજ્યગુરુની ટીમ હલ્લો કરતી હોય તેમ સી.એમ.ના ઘરે ધસી ગઇ હતી તેથી રાજકોટ પોલીસે જે યોગ્ય જણાયું તે પ્રમાણે એકશન લીધા હતા. રાજકોટના ઇતિહાસમાં પ્રકારની ઘટના પ્રથમ વખત બની છે. ચૂંટણીમાં વાદવિવાદ થતા રહે છે, પરંતુ પ્રકારની ઘટનાઓ બનતી નથી. રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને રાજકોટનું વાતાવરણ સારું રહે તેવા ભાજપના પ્રયાસો છે. લોકશાહીનું પર્વ છે તેમાં કોઇને નીચા જોવાપણું રહે તેવું ઇચ્છતા નથી. અમારા કાર્યકરોને અમે કહ્યું છે કે રાજકોટના લોકો નિર્ભયપણે મતદાન કરે તેવું વાતાવરણ હોવું જોઇએ. જે વાતાવરણ બગડ્યું છે તે કોંગ્રેસના કારણે બગડ્યું છે. ભવિષ્યમાં આવી ઘટના બને તેવી અપીલ છે.

> ધનસુખભંડેરી, ભાજપઅગ્રણી

ભારદ્વાજ-મિરાણીના ઇશારે પોલીસે મારામારી કરી

મારાભાઇ પર હુમલાની ઘટના બાદ ગુંડાગીરી સામે ગુંડાગીરી કરવાના બદલે ધારાસભ્ય હોવાના નાતે મુખ્યમંત્રીનું ઘર નજીક હોવાથી વિજયભાઇ રૂપાણીના ઘર પાસે ધરણાં કરવા ગયા હતા ત્યારે નીતિનભાઇ ભારદ્વાજના ઇશારે ડીસીપી અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ સરવૈયાને ઇશારો કરતા તેઓએ મારામારી શરૂ કરી હતી. છેલ્લા પાંચ વર્ષથી ગુંડાગીરી અને ભ્રષ્ટાચાર સામે હું લડી રહ્યો છું અને તેનો ભોગ શનિવારે હું બન્યો હતો. મારે વિજયભાઇને પૂછવું છે કે, તમે ગુંડાગીરી અને લુખ્ખાગીરીને પ્રોત્સાહિત કરી લોકશાહીમાં શોભે તેમ ચૂંટણી જીતવા ઇચ્છો છો. મારા પર બળપ્રયોગ દ્વારા અવાજ દબાવવા પ્રયત્ન કરે છે તેને હું એમ કહેવા માગું છું કે, મારો અવાજ દબાશે તો શહેર આખાનો અવાજ દબાશે. વિજયભાઇ કહેશે આપણે બે ભાઇઓ છીએ તું ફોર્મ પાછું ખેંચી લે તો હું ફોર્મ પાછું ખેંચી લઇશ. > ઈન્દ્રનીલરાજ્યગુરુ, કોંગીઉમેદવાર

રસીદ અને એનઓસી પોતાની પાસે હોવાનું બન્ને પક્ષોએ જણાવ્યું

અન્ય સમાચારો પણ છે...