• Gujarati News
  • National
  • શ્રીલંકાના ખેલાડી મેદાનથી પરત ફરતા કોહલીએ ઇનિંગ ડિકલેર કરી

શ્રીલંકાના ખેલાડી મેદાનથી પરત ફરતા કોહલીએ ઇનિંગ ડિકલેર કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતઅને શ્રીલંકા વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે વિચિત્ર ડ્રામા થયો હતો. મેચમાં ખુબજ ખરાબ રીતે દબાણમાં રમી રહેલી શ્રીલંકન ટીમના સાત ખેલાડી લંચ બાદ માસ્ક પહેરીને ઉતર્યા હતા. તેના અલગ-અલગ ખેલાડીઓને કારણે 56 મિનિટમાં ચાર વાર રમત રોકવી પડી હતી. તે કારણે 26 મિનિટની રમત થઇ શકી નહોતી. 128મી ઓવરમાં તો શ્રીલંકાના સુકાની દિનેશ ચાંડીમલે અંપાયરને રમત રોકવાનો ઇશારો કર્યો અને કહ્યું તેની પાસે 10 ખેલાડી બચ્યા છે. થોડી સેકન્ડ બાદ શ્રીલંકાના સપોર્ટ સ્ટાફનો એક સભ્ય પણ ટીમની જર્સી પહેરીને ફીલ્ડિંગ માટે પહોંચ્યો હતો. શ્રીલંકાના ડ્રામા બાદ ભારતીય સુકાની વિરાટ કોહલી ખુબજ નારાજ જણાયો હતો.અને ...અનુસંધાન પાના નં.11









તેણે રોષમાં ઇનિંગ ડિકલેર કરી દીધી હતી. તે પોતાના ખેલાડીઓ તરફ ઇશારો કરતા જોવા મળ્યો હતો કે તેમને ફીલ્ડિંગ કરવામાં તકલીફ નહીં થાય. ભારતીય ખેલાડીઓએ માસ્ક વિના ફીલ્ડિંગ કરી હતી.

રણજી મેચ રદ થઇ હતી:

દિલ્હીમાં ગયા વર્ષે એક રણજી મેચ પણ પ્રદૂષણને કારણે રદ થઇ હતી. મેચ બંગાળ અને ગુજરાતની ટીમો વચ્ચે રમાવાની હતી.

શ્રીલંકન ટીમ રવિવારે મેદાન પર પ્રદુષણથી બચવા માસ્ક પહેરીને ઉતરી હતી.

પહેલીવાર 17 મિનિટ રમત રોકાઇ

અન્ય સમાચારો પણ છે...