તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુખદ અંત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લીલીયામાબે દિવસથી ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વેપારી આગેવાનો દ્વારા ભુગર્ભ ગટર તેમજ રસ્તાના પ્રશ્ને આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે આજરોજ ધારાસભ્ય વઘાસીયા અહી દોડી આવી કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલીફોનિક ચર્ચા કરી પ્રશ્નને ઉકેલવા ખાતરી આપવામા આવતા આંદોલન સમેટાયુ હતુ.

લીલીયામા ચેમ્બરના પ્રમુખ ભુપતભાઇ તેમજ વેપારી આગેવાન રસીકભાઇની રાહબરી હેઠળ ભુગર્ભ ગટર તેમજ રસ્તા, સફાઇ સહિતના પ્રશ્નો અંગે આંદોલન ચલાવવામા આવ્યું હતુ. બાદમાં આજે ધારાસભ્ય વી.વી.વઘાસીયા અહી દોડી આવ્યા હતા અને ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલીફોનિક ચર્ચા કરી તેમજ પાંચ માસમા નાવલીનો માર્ગ બનાવી આપવાની ખાતરી આપતા આંદોલન સમેટી લીધુ હતુ. કરોડો રૂપિયાના ખર્ચે ભુગર્ભ ગટર યોજનાનુ કામ થઇ રહ્યું હતુ ત્યારે શહેરીજનોમાથી કામ નબળુ થતુ હોવાની વ્યાપક પ્રમાણમા ફરિયાદો ઉઠી હતી. તે સમયે કોન્ટ્રાકટર સાથે મિલીભગત કરી પંચાયતથી લઇ પાર્લામેન્ટ બોર્ડ સુધીના પદાધિકારીઓએ ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો પણ કરાયા હતા. ગ્રા.પં.ના સતાધીશો કહે છે કે અમારે ભુગર્ભ ગટર યોજના સાથે કશુ લેવાદેવા નથી. કોન્ટ્રાકટરને પુછો તો કહે અમારે યોજનાનુ કામ પુર્ણ થઇ ગયુ છે હવે આવ્યા સ્થાનિક ધારાસભ્ય તેમણે એક વખત સફાઇની કામગીરી કરાવી આપવા ખાતરી આપી છે પછીનું શું યોજના અમલમા આવી ત્યારથી પંચાયતના સદસ્યથી લઇ પાર્લામેન્ટ બોર્ડ સુધીના તમામ પદાધિકારીઓ જાણતા હતા કે ભુગર્ભ ગટર યોજના તળે વપરાતા સરકારના નાણાનો ખુલ્લેઆમ દુરઉપયોગ થઇ રહ્યો છે.

લીલીયામાં ભૂગર્ભગટરનું આંદોલન સમેટાયું

ન્યાય માટે કોર્ટ કલ્યાણ છે : કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત

કલેકટર સહિતનાં ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા અને કરાઇ ચર્ચા

જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ પ્રતાપભાઇ દુધાતે જણાવ્યું હતુ કે લીલીયા શહેરમાં વર્તમાન સરકારની રૂર્બન યોજના તળે કરોડોના ખર્ચે તૈયાર થયેલ ભુગર્ભ ગટર યોજનામા બેફામ ભ્રષ્ટાચાર જવાબદાર તંત્ર અને કોન્ટ્રાકટર દ્વારા આચરવામા આવેલ જેના કારણે યોજનાનુ કામ નિષ્ફળ ગયુ છે. સમગ્ર શહેરીજનોની સુખાકારીમા ખલેલ પહોંચાડનાર જવાબદારોને ન્યાય માટે કોર્ટમા ધસડી જવા તેમણે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તસ્વીર-મનોજજોષી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો