તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ધીમી પિચો પર ધૈર્યપૂર્ણ બેટિંગ ચાવી રૂપ : રહાણે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધીમી પિચો પર ધૈર્યપૂર્ણ બેટિંગ ચાવી રૂપ : રહાણે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેસ્ટઇન્ડીઝ બોર્ડ ઇલેવન સામેની બે પ્રેક્ટિસ મેચમાં ધીમી પિચો પર રમ્યા બાદ ભારતીય બેટ્સમેન અજિંક્ય રહાણેનું માનવું છે કે ટેસ્ટ શ્રેણીમાં પણ અમારે પ્રકારની પિચો પર રમવું પડશે જેની તૈયારીમાં તમામ ખેલાડી વ્યસ્ત બન્યા છે. ભારતીય ટીમે સોમવારે આકરી નેટ્સ કરી હતી અને ખેલાડીઓએ વિવિધ કોમ્બિનેશન સાથે પ્રેક્ટિસ કરીને પોતાની તૈયારીને ચકાસી હતી.

રહાણેએ જણાવ્યું હતું કે પ્રથમ મેચમાં એન્ટિગુઆની પિચ પણ સેન્ટ કિટ્સ જેવી ધીમી હશે અને તેમાં કોઇ મોટા ફેરફાર હશે નહીં. વિન્ડીઝની પિચો અગાઉ જેવી રહી નથી અને હવે મોટા ભાગે ભારતીય પિચો જેવી બની ગઇ છે. અમે લાંબા સમયથી પ્રકારની પિચ પર પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. છેલ્લી પ્રેક્ટિસ મેચોમાં અમે ધીમી પિચ પર રમ્યા હતા અને પ્રથમ ટેસ્ટમાં પણ પ્રકારની પિચ રહેશે. તેમ છતાં અમારે એકાદ દિવસની રાહ જોવી પડશે.વિન્ડીઝની ધીમી પિચો પર ધીરજપૂર્વકની બેટિંગ સફળતાની ચાવી રહેશે તેમ ભારપૂર્વક જણાવીને રહાણેએ ઉમેર્યું હતું કે જો બેટ્સમેન ધ્યાન કેન્દ્રિત કરીને લાંબો સમય રમશે તો રન બનાવવામાં કોઇ મુશ્કેલી નડશે નહીં. બોલર્સ માટે પણ અહીં લાંબા સ્પેલ નાખવા આસાન રહેશે નહીં. વિન્ડીઝ સામેની શ્રેણીમાં સ્પિનર્સની ભૂમિકા મહત્વની રહેશે તેમાં કોઇ શંકા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો