તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વાપી અને ઉમરગામમાં 5.5 ઈંચ, વલસાડમાં એક તણાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી અને ઉમરગામમાં 5.5 ઈંચ, વલસાડમાં એક તણાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દક્ષિણગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં મંગળવારે મેઘાએ મહેર કરતાં ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વલસાડની વાંકી નદીમાં ઉપરવાસના વરસાદને કારણે પૂર આવતાં બે કામદાર તણાયા હતા, જેમાંથી એકનું મોત થયું હતું જ્યારે એકને બચાવી લેવાયો હતો. વાપી, ઉમરગામમાં 5.5, ધરમપુર 4.25, કપસાડા તાલુકામાં પોણા ચાર ઈંચ, વલસાડ તાલુકામાં 3 ઇંચ અને પારડીમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઇ તાન,માન, ઔરંગા અને વાંકી નદી બંન્ને કાંઠે વહી હતી.

છેલ્લા 24 કલાકમાં સમગ્ર નવસારી જિલ્લામાં સારો વરસાદ પડ્યો હતો. ખેરગામ વિસ્તારમાં તો મંગળવારે સવારના 4 કલાકમાં અંદાજે 3 ઈંચ વરસાદ પડતા અનેક જગ્યાએ પાણીનો ભરાવો થયો હતો. ગણદેવી અને ચીખલી તાલુકામાં સારો વરસાદ પડ્યો હતો. હવે જ્યાં 24 કલાકમાં અનુક્રમે 3 ઈંચ અને પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. વાંસદા તાલુકામાં પણ 72 મિ.મિ. (અંદાજે 3 ઈંચ) વરસાદ પડ્યો હતો. મંગળવારે સાંજે 4 કલાકે પૂરા થતા 24 કલાક દરમિયાન નવસારીમાં 29 મિ.મિ. અને જલાલપોરમાં 30 મિ.મિ. (સવા ઈંચ) વરસાદ પડ્યો હતો.

દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમનાં પવનોને કારણે આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની વકી હવામાન વિભાગે કરી છે. જેમાં રાજ્યનાં સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતનાં સહિતનાં વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.

મંગળવારે અમદાવાદનાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ સવારે 10.00 વાગ્યે જોરદાર વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ વધ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો