તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સિદ્ધુ ટૂંકમાં ‘આમ આદમી’ બની શકે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધુ ટૂંકમાં ‘આમ આદમી’ બની શકે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચંદીગઢ | રાજ્યસભામાંથીરાજીનામું આપ્યા પછી નવજોત સિદ્ધુએ ભાજપ સાથે સંબંધો તોડી નાખ્યા છે. હવે ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે. સિદ્ધુની પત્નીએ કહ્યું છે કે હવે

...અનુસંધાન પાનાં નં.17

તે ભાજપમાં જોડાય તેનો સવાલ નથી. છેલ્લા કેટલાય સમયથી સિદ્ધુ પાર્ટીથી ખુશ નહોતા. પંજાબની સેવા કરી શકતા નહોતા, તેમની સામે છેલ્લો એક વિકલ્પ હતો. ઉપરાંત તેમણે કહ્યું કે, પંજાબમાં આપ એક સારો વિકલ્પ બનીને આગળ આવી રહ્યો છે. આપમાં જોડાવાના સવાલ પર તેમણે કહ્યું, તેનો ખુલાસો સિદ્ધુને કરવા દો. બે-ત્રણ દિવસમાં તેઓ પોતે નિર્ણયની જાહેરાત કરશે. આપના એક મુખ્ય નેતાએ સિદ્ધુની આપમાં આવવાની વાતને સાચી કહી છે.

કીર્તિઆઝાદની પત્ની પણ ‘આપ’માં જોડાશે

નવીદિલ્હી. સિદ્ધુ પછી હવે સસ્પેન્ડેડ ભાજપી સાંસદ કીર્તિ આઝાદની પત્ની ભાજપ છોડી શકે તેવા સંકેત મળી રહ્યા છે. અત્યારે તે દિલ્હી ભાજપની પ્રવક્તા પણ છે.

પંજાબમાંઆપ છે સારો વિકલ્પ : સિદ્ધુનાં પત્ની

સિદ્ધુજ્યાં જશે તેમની પત્ની તેમની મદદ કરશે. દિલ્હી સરકારની મોહલ્લા ક્લિનિક સહિત બીજી યોજનાઓના વખાણ કરતા પંજાબમાં લાગુ પાડવાની વાત કરી હતી. આવી યોજના અને આવા લોકો સાથે કામ કરવાનું તે પસંદ કરશે તેમ સિદ્ધુની પત્નીએ જણાવ્યું હતું.

સિદ્ધુનેપંજાબનો ચહેરો નહીં બનાવાય : કેજરીવાલ

સિદ્ધુનેપંજાબની ચૂંટણીમાં સીએમ પદ માટેનો ચહેરો બનાવવાની વાતો પર સ્પષ્ટતા કરતા કહ્યું છે કે આવું કાંઇ નથી. પરંતુ સિદ્ધુના રાજીનામાના કેજરીવાલે વખાણ કર્યા હતાં. કેજરીવાલે પણ કહ્યું હતું કે, સારા લોકો ભાજપમાંથી રાજીનામું આપી રહ્યા છે. માટે મેં સિદ્ધુના સાહસની પ્રશંસા કરી હતી. આપમાં જોડાવા માટે આમ આદમી બનવું જરૂરી છે તેવી વાત પણ કેજરીવાલે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો