• Gujarati News
  • રાયબરેલી મુદ્દે પ્રિયંકા અને સ્મૃતિ વચ્ચે શાબ્દિક પ્રહાર

રાયબરેલી મુદ્દે પ્રિયંકા અને સ્મૃતિ વચ્ચે શાબ્દિક પ્રહાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રિયંકાગાંધી અને માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાની વચ્ચે બુધવારે શાબ્દિક ટપાટપી થઈ હતી. સ્મૃતિ ઈરાનીએ મંગળવારે ગાંધી પરિવાર ઉપર નીશાન સાધ્યું હતું.

તેના જવાબમાં પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે જણાવ્યું હતું કે તેમનાં માતા સોનિયા ગાંધીના મતક્ષેત્રે રાયબરેલીમાં IIT સ્થાપવામાં સ્મૃતિ ઇરાનીએ કશું કર્યું નથી. તેના જવાબમાં પ.બંગાળના મિદનાપુરમાં જણાવ્યું હતું કે મીસીસ વાડ્રાએ હોમવર્ક કર્યું નથી. તેમને ખબર હોવી જોએ કે અમેઠીમાં IIT અલ્હાબાદનું કેમ્પસ છે. કેમકે ગાંધી પરિવારે છેલ્લા 60 વર્ષમાં કશું કર્યું નથી. પ્રિયંકા માતાના મતવિસ્તારની બે દિવસની મુલાકાતે રાય બરેલીમાં છે.

સ્મૃતિએ જવાબ આપ્યો

સ્મૃતિઇરાનીએકહ્યું હતું કે એક વિજેતા ઉમેદવાર હારેલા ઉમેદવારને પોતાના મતવિસ્તારનો વિકાસ કરવા કહે છે. તેમણે કહ્યું હતું કે તેમને આવા હુમલાની અપેક્ષા હતી જ.

પ્રિયંકાએ શું કહ્યું

પત્રકારોસાથેવાતચીત કરતા પ્રિયંકાએ કહ્યું હતું કે તેઓ ( ઇરાની ) એચઆરડી પ્રધાન છે. સૌ પહેલાં તેમણે કહેવું જોઇએ કે તેઓ ત્યાં આઈઆઈટીના સ્થાપના કેમ નથી કરી રહ્યાંω. યુવાનો ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.