દોષિતો સામે પગલાં લેવાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૂપિયા 24,000 ડિપોઝિટ ચૂકવ્યા પછી એસ્ટેટ બ્રોકર ફરી ગયો

અમદાવાદની યુવતીને મુસ્લિમ હોવાના કારણે મુંબઈમાં ફ્લેટ આપવા ઈનકાર

મુંબઈમાંહીરાની એક નિકાસ કંપનીએ ધર્મના આધારે એક મુસ્લિમ એમબીએ સ્નાતકને નોકરી આપવાનો ઈનકાર કરી દીધાના પડઘા હજી શમ્યા નથી ત્યાં શહેરમાં ધર્મ આધારિત ભેદભાવનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. એક બિલ્ડરે 25 વર્ષની એક મહિલા પ્રોફેશનલને મકાન આપવાનો ઈનકાર કરી દીધો હતો અને તેનું કારણ એટલું હતું કે તે મુસ્લિમ છે. મિસબાહ કાદરી નામની યુવતીએ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ પાસે ફરિયાદ કરી છે અને બિલ્ડરની ‘ભેદભાવની નીતિ’ની તપાસ કરવા માગણી કરી છે.

એક પબ્લિક રિલેશન્સ એજન્સીમાં કામ કરતી 25 વર્ષની મિસબાહ કાદરી એક વર્ષ અગાઉ અમદાવાદથી મુંબઈના પશ્ચિમી પરાં કાંદિવલીના એક એપાર્ટમેન્ટમાં શીફ્ટ થઈ હતી. ત્યાં કરારનો સમય પૂરો થતાં તેણે નવા એપાર્ટમેન્ટની શોધ શરૂ કરી હતી. અંતે તેને વડાલા વિસ્તારમાં એક ફ્લેટ મળ્યો હતો.આ ફલેટમાં બે હિંદુ યુવતી અગાઉથી રહેતી હતી. ...અનુસંધાનપાના નં.10ફેસબુકનામાધ્યમથી તેમના સંપર્કમાં આવ્યા પછી મિસબાહે તેમના ફલેટમાં શિફટ થવાનો નિર્ણય લીધો હતો અને એક બ્રોકર મારફત રૂ.24,000ની ડિપોઝીટ પણ ચૂકવી હતી.

જોકે, ફલેટમાં શિફટ થવાના એક દિવસ અગાઉ સોસાયટીનો દલાલ મિસબાહને મળ્યો હતો અને સોસાયટીમાં મુસ્લિમને ઘર ભાડા ઉપર નહીં આપાવની બિલ્ડરની નીતિ હોવાનું જણાવ્યું હતું. દલાલની આવી દલીલથી તેને ઘણો આઘાત લાગ્યો હતો. ઘણા વિવાદ પછી દલાલ તેને રહેવાની પરવાનગી આપવા તૈયાર થયો હતો. જો કે તેણે મિસબાહને ‘નો ઓબ્જેકશન સર્ટિફિકેટ’ ઉપર સહી કરવાનું જણાવ્યું હતું.

કાદરીએ દાવો કર્યો હતો એનઓસીમાં એવી શરતો મુકાઈ હતી કે તેના ધર્મના કારણે પડોશીઓ તરફથી તેણે કોઈપણ પ્રકારના ભેદભાવનો સામનો કરવો પડે તો તેના માટે બિલ્ડર, માલિક અથવા દલાલ કોઈપણ જવાબદાર રહેશે નહીં અને બાબતે દલાલની કોઈ કાયદાકીય જવાબદારી નથી.’ દલાલની શરતોને માનવા માટે તેણે નકાર ભણ્યો હતો. અગાઉના ફલેટ ઉપર નોટિસ પિરીયડ પૂરો થઈ ગયો હોવાથી તે એક અઠવાડિયા પહેલાં મુંબઈના વડાલા ખાતેની સંઘવી હાઈટસ સોસાયટીમાં રહેવા માટે આવી હતી.

એક વાર રહેવા આવી ગયા પછી બધું સરળ થઈ જશે એમ તેને લાગ્યું હતું. તેમ ત્યાં રહેતી હિંદુ યુવતીએ પણ તેને ટેકો આપ્યો હતો. એક અઠવાડિયા પછી દલાલે તેનો ફરીથી સંપર્ક સાધ્યો હતો અને ફલેટમાંથી સામાન બહાર ફેંકી દેવાની ધમકી આપી હતી. ત્યાર પછી તેણે બિલ્ડરના માણસનો સંપર્ક સાધ્યો હતો. મુસ્લિમ વ્યક્તિને ફલેટ નહી આપવાનું તેમનું ધોરણ છે એમ તેને જણાવવામાં આવ્યું હતું. આખરે નાઈલાજે તેને ફલેટ છોડી દેવો પડ્યો હતો.

હાલ તે બાંદ્રામાં એક પેઈંગ ગેસ્ટમાં રહે છે.

સંઘવી હાઈટસના સુપરવાઈઝર રાજેશે ભેદભાવનો આરોપ ફગાવી દીધો હતો. અમારી સોસાયટીમાં મુસ્લિમને ઘર આપવામાં આવતું હોવાનો આરોપ તદ્દન ખોટો છે. વિવાદ દલાલ અને સંબંધિત યુવતીની વચ્ચે છે એમ તેમણે જણાવ્યંુ હતું.

દરમિયાનમાં સામાજિક કાર્યકર શેહઝાદ બૂનાવાલાએ રાષ્ટ્રીય લઘુમતિ પંચ સમક્ષ એક અરજી દાખલ કરીને બિલ્ડર તથા દલાલ ધાર્મિક ભેદભાવ રાખે છે કે કેમ તેની તપાસ કરવા માગણી કરી હતી. બિલ્ડરની પ્રકારની નીતિ બંધારણીય જોગવાઈઓના ભંગ સમાન છે.

મહારાષ્ટ્રના લઘુમતીબાબતોના મંત્રી એકનાથ ખડસેએ કહ્યું હતું કે ઘટનામાં કોઈ દોષિત હશે તો તેની સામે આકરાં પગલાં લેવાશે. અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. શહેરમાં પ્રકારની ઘટના ખરેખર ખેદજનક છે અને અમે તેની નિંદા કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...